________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૫૩ સમ્યકત્વ શ્રી જિનેશ્વરદેવના ઘરનું અવિરતિ મેહના ઘરની ?
વિરતિ શ્રી તીર્થંકરદેવના ઘરની, અને અવિરતિ મેહના ઘરની. દેશવિરતિ એટલે કે સમ્યક્ત્વ મૂલ બાર વ્રત તે શ્રી જિનેશ્વરદેવે કહ્યાં પરંતુ બાકી રહેલી અવિરતિ કોના કહેવાથી ? ભગવાનના કહેવાથી, મેહરાજાની આજ્ઞાથી કે તમારી ઈચ્છાથી? તમે તમારી ભાવનાથી અવિરતિ સેવો તે દેશવિરતિ પણ નકામી થાય. પરણવું, ઘર ચલાવવાં, એ સર્વ મહની આજ્ઞાથી થાય છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી નહિ જ. ચોથું ગુણઠાણું શાથી? અવિરતિને લઈને, કે સમ્યગ્દર્શનને લઈને ? જે અવિરતિને લઈને ચોથું ગુણસ્થાનક કહ્યું હેત તે અવિરતિ તે પહેલે ગુણઠાણે પણ છે, માટે ત્યાં પણ સમ્યકત્વ લાગુ પડવું જોઈએ, પણ તેમ તે છે નહિ. આથી સમ્યકૂવ શ્રી જિનેશ્વરદેવના ઘરનું અને અવિરતિ મેહના ઘરની છે એ નક્કી થાય છે. એ અવિરતિ સાથે ભગવાનને, સાધુને કે આગમને કંઈ પણ લાગેવળગે નહિ. શ્રી શ્રેણિક મહારાજા અવિરતિ સેવતા તે ભગવાન શ્રી મહાવીરદેવના કહેવાથી કે મેહના ઉદયથી? અવિરતિમાં ભગવાન શ્રી મહાવીરદેવની છાપ મારે તે તે સમ્યકત્વ પણ જાય. ચોથું અને પાંચમું ગુણઠાણું મટી પહેલું આવે અને એ પણ અધમ કેટિનું, સારું નહિ. પાંચમા ગુણઠાણે રહેલ આત્માને અવિરતિની ક્રિયા કરવી પડે. અવિરતની ક્રિયા એટલે છકાય જીવની વિરાધના, મૃષા ભાષણ, ચેરી, સ્ત્રીસંગ, પિસેટકે વગેરે પરિગ્રહ રાખે છે. હવે વિચારો કે તમે બધા એ અવિરતિ ભગવાનના કહેવાથી રાખે છે? ને કહેવા છતાં રાખે એ વસ્તુ સારી હોય ? એમાં સાધુના ઉપદેશની જરૂર ખરી? સાધુથી એની પ્રશંસા કે ઉપદેશ અપાય? એ ખૂબ વિચારજો. શ્રાવકની દિનચર્યાઃ
ચાર ઘડી પહેલાં શ્રાવક પથારીમાંથી ઊઠે, જાગે, તે જ વખતે શ્રાવકના મોંમાંથી શું નીકળે? “નમો અરિહંતાણું.” (પણ આજ તે શત્રે બાર વાગ્યા સુધી પાનને તૂ મારીને સૂતા હય, એ કચર જ સાફ કરવાનું હોય?) પછી ઊઠે. અશુચિવાળું શરીર હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org