________________
आणाए धम्मो !
( ૧૩
વગર કિયાએ ઘમી થવાતું હોય તો ?
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ મનુષ્યભવની સફળતાનું વર્ણન કરતાં ફરમાવે છે કે સમ્યગદર્શન – સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુ. ચારિત્ર્યસ્વરૂપ રત્નત્રયીને આરાધે અને એ આરાધનામાં જે સંપૂર્ણ હદે પહોંચે તે મુક્તિપદને પામે. એની આરાધના ન થાય, એનાથી ઈતર વસ્તુઓમાં લેપાયેલા રહેવાય, તે સંસારથી મુક્તિ ન થાય. એ જ કારણે શાસ્ત્રકાર મહાપુરુષે કહે છે કે તે જ ધર્મ મોક્ષને ઉપાય છે કે જેના સેવનમાં વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ગુણે ઉપર અનુરાગ, અને તેને અનુસરતી ક્રિયામાં અપ્રમાદ થાય. આ ચારમાંથી એક વસ્તુ જીવનમાં ન ઊતરે, તે જીવન સફળ શી રીતે થાય ? સેવક અને ભક્ત શ્રી અરિહંતદેવના કહેવરાવવું છે અને ન ગમે વિષયને વિરાગ, ન ગમે કષાયને ત્યાગ ન હેય ગુણ ઉપર રાગ અને એ ત્રણે મહાગુણોને લાવનારી કિયામાં તે મીંડું હોય એ કેમ ચાલે? શ્રી જિનેશ્વરદેવને સેવક એમ ન જ કહે કે “મારે વિષયને વિરાગ ન જોઈએ, કષાયને ત્યાગ ન પાલવે, ગુણના રાગની જરૂર નથી અને એવી ઉત્તમ ક્રિયા કરવાનું કામ મારું નહિ? ” પહેલા ત્રણ ગુણમાં તે દુનિયાની પોલ માયા આદિથી ચાલી શકે, પણ ચેથામાં પ્રાયઃ પિલ નહિ ચાલે. વિષયને વિરાગ, કષાયને ત્યાગ અને ગુણે ઉપર રાગ થઈ જાય તે પછી જોઈએ શું? પણ અનંતજ્ઞાની મહાપુરુષે આપણને ઓળખે છે. ભવમાં આનંદ માનનારાઓ એવા હોય છે કે વિના કિયાએ કામ ચાલતું હોય તે એમાં દંભ પણ ચલાવે. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org