________________
૧૩૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
તેમાં કંઈ વધે જ નહિ કેમ ? આવી આવી માન્યતા એ મિથ્યાત્વનાં લક્ષણ છે. એ સમજે તે જ આજ્ઞાનુસારીપણું આવે. આજ્ઞાનુસારી શ્રી ભરત મહારાજે સાધમી –ભક્તિ ઘણી કરી. એક-બે શ્રાવકની નહિ પણ અનેક શ્રાવકેની. શ્રી ભરત મહારાજાને આ વિચાર થયે શી રીતે?
પ્રભુની સાથે વિહરતા વિહરતા આવેલા પિતાના બંધુ મુનિઓની ભક્તિ માટે ગાડાં ભરાવી આહારની સામગ્રી લઈને ગયા અને આમંત્રણ કર્યું. પ્રભુએ કહ્યું કે મુનિઓને આધાકમી અને આહુત દોષથી દૂષિત એ આહારાદિ કપે નહિ. ત્યારે પુનઃ ચકવર્તી એ નિર્દોષ આહાર માટે આમંત્રણ કર્યું. પ્રભુએ તેને ઉત્તરમાં પણ એ જ ફરમાવ્યું કે, હે રાજેન્દ્ર! મહર્ષિએને રાજપિંડ પણ ન કલ્પે. શ્રી ભરત મહારાજા ઘણુ ખિન્ન થયા. એ પછી શ્રી ઈંદ્ર મહારાજે ભગવાનને અવગ્રહોનું સ્વરૂપ પૂછ્યું. ભગવાને પાંચ પ્રકારના અવગ્રહે વર્ણવ્યા. દક્ષિણ ભરતાદર્ધની અનુમતિ આપી ઇંદ્ર આનંદ અનુભવ્યું. એટલે ભારતમહારાજાએ પણ છ ખંડની અનુમતિ આપી આનંદ અનુભવ્યું. આ પછી શ્રી ભરતમહારાજે સૌધર્મેદ્રને પૂછ્યું કે “આ અન્ન-પાનાદિએ કરીને મારે શું કરવું ?” ત્યારે ઇંદ્ર કહ્યું કે “ગુણથી શ્રેષ્ઠ હોય એવાઓને આપવું.” આથી શ્રી ભરત મહારાજાને સાધમી—ભક્તિને વિચાર ઉદુભવ્ય અને વિશિષ્ટ પ્રકારની આદર્શ સાધમ–ભક્તિ કરી. તમે સૌ પણ સાધમી–ભક્તિના સાચા સ્વરૂપને સમજીને દેવ, ગુરુ અને ધર્મના સાચા ભક્ત બનવા સાથે સાચા સાધર્મિક-ભક્ત બને એ જ એક શુભાભિલાષા. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org