________________
૧૪૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ શ્રી કૃષ્ણજી, શ્રી નેમિનાથ સ્વામીના ભાઈ અવિરતિવંત હતા છતાં પોતાની દીકરીઓને શું કહેતા ? જેમ જેમ દીકરી ઉમ્મરલાયક થાય, શ્રી કૃષ્ણજી પાસે આવે ત્યારે શ્રી કૃષ્ણજી ખોળામાં બેસાડી પૂછતા કે તારે રાણી થવું છે કે દાસી? રાજાની પુત્રી બીજું શું કહે? કહે કે રાણી થવું છે. તરત જ શ્રી કૃષ્ણજી કહેતા કે રાણી થવું હોય તે શ્રી નેમિનાથ સ્વામી પાસે જા. અર્થાત્ શ્રી નેમિનાથ સ્વામીના શાસનને સ્વીકાર. દાસી થવું હોય તે અહીં રહે. દાસીપણુની વિટંબણા સમજાવતા. એકેએક દીકરીને શ્રી નેમિનાથ સ્વામી પાસે મેલી એટલે કે સંયમના માગે છે. પણ દુનિયામાં એવા આત્મા હોય છે કે જેને ઊંચી વાત ન ગમે. અંતઃપુરમાં એક રાણું એવી હતી કે જેણે પોતાની પુત્રીને પાઠ ભણાવ્યું કે “દાસી થવું છે એમ કહેજે. શ્રી કૃષ્ણજી પાસે એ ગઈ. શ્રી કૃષ્ણજીએ પૂછતાં તેણે કહ્યું કે દાસી થવું છે. એ સાંભળતાં જ કૃષ્ણજીના હૃદયમાં ચીરે પડ્યો. એમને એમ થયું કે મારા ઘરમાં ઝેર ઘૂસ્યું ક્યાંથી? શ્રી કૃષ્ણજી વિચારે છે કે જે અંતઃપુરમાં ઘૂસેલું આ ઝેર હું નભાવું, એને યોગ્ય પ્રતિકાર ન ક, તે આજથી મારાં સંતાન સંસારમાં રૂલી જવાનાં. શ્રી કૃષ્ણમહારાજે પછી ઘણું કર્યું છે. ટૂંકામાં, એમણે પિતાની એ દીકરીને વીરા સાળવિને પરણાવી. શા માટે? એના હૃદયમાં ઘાલવામાં આવેલા ઝેરને કાઢવા માટે. પરિણામે એ ઝેર નીકળ્યું. એ કહેતી આવી કે મારે હવે રાણી થવું છે. શ્રી કૃષ્ણજીએ કહ્યું, ખુશીથી, શ્રી નેમિનાથ સ્વામી પાસે જા, એટલે કે તેમના શાસનને સ્વીકાર કરી અખંડ સંયમની પાલક થા. “આપવી પડે તે.” આના ભાવને સમજ્યા ? બાપની ફરજ છે કે પિતાના સંતાનને ઉત્તમ માર્ગે લઈ જવું, ન જાય તે સુયોગ્ય સ્થાને બેઠવવું કે જેથી પતિત ન થાય, અનાચાર ન કરે અને અંકુશમાં, મર્યાદામાં રહી ઉત્તમ માર્ગની શક્ય આરાધના કરે.
પેલી બ્રાહ્મણીએ ત્રણે દીકરીઓને પાઠ ભણાવ્યું હતું. જ્યારે દીકરી પરણને ઘેર જતી ત્યારે એ પ્રથમ દિવસે જ કહેતી કે, પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org