________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૪૭ આવે ત્યારે એક લાત મારવી. પછી જે બને તે આવી મને કહેવું અને પછી હું કહું તેમ વતીશ તે સુખી થઈશ. આ શીખામણ મા, પતિની પરીક્ષા કરવા માટે દે છે. પહેલી દીકરી પરણું ત્યારે એમ કહ્યું. તે પરણીને પતિના ઘેર ગઈ ત્યારે, પલંગમાં બેઠી છે. પતિ આવ્યું. હજી પલંગ પર બેસે છે ત્યાં જ પેલીએ પતિને લાત મારી, પણ પતિ તે વિષયને અથી હિતે, કીડે હતે. ઊઠીને પેલીને પગ પંપાળવા ગયે કે પગે વાગ્યું તે નથી ને ? તે દીકરીએ આવીને સવારે માને હકીક્ત કહી. માએ કહી દીધું કે દીકરી! તારે ફાવે તેમ વર્તજે, તારા ઘણું ઉપર જેટલા હુકમ કાઢવા હોય તેટલા કાઢજે, ડરીશ નહિ. બીજી દીકરી વખતે પણ તેવી જ શીખામણ આપી. બીજીએ તેમ કર્યું. ઝટ પેલાએ ઘેલ મારી. પેલી રેઈ પડી. થોડી વાર બાદ પતિએ કહ્યું, ચાલ હવે આવું કરતી નહિ, થયું તે થયું. એ દીકરીએ સવારે જઈ માને વાત કરી. માએ કહ્યું કે એની દોરી કાબૂમાં રહે ત્યાં સુધી ખેંચવી. ગરમ થાય કે મૂકી દેવી, તે સુખી થઈશ. ત્રીજી છોકરી વખતે પણ એ જ શીખામણ દેવાઈ. એણે લાત મારી, પેલે મર્દ હતું. તે જ વખતે પકડીને જેટલી મરાય તેટલી મારી. “નીકળ ઘર બહાર ” કહી ઘર બહાર કાઢી. “મારે ખપ નથી, આજથી તારે ત્યાગ”, એમ કહી પિોતે સૂઈ ગયે. પેલી આખી રાત રોતી રેતી બહાર રહી અને સવારે રેતી રેતી મા પાસે ગઈ. કહેવા લાગી કે “મા ! તે આવું શીખવ્યું ?” માએ કહ્યું, “એ તે તારા સુખને માટે શીખવ્યું હતું. હવે હું કહું તે સાંભળ. એ જેમ કહે તેમ ચાલજે, જરા પણ આડીઅવળી ગઈ તે બાર વાગ્યા”. દીકરી કહે ‘પણ મારે હવે ઘેર જવું શી રીતે ?” માએ કહ્યું એ બધું હું કરીશ.” પેલી બ્રાહ્મણ જમાઈને ત્યાં જઈ કહેવા લાગી કે આવું ગાંડપણ તમે કેમ કર્યું? આમ થાય ? એ તે અમારા કુલને રિવાજ હતો, એટલે વિધિ સાચવી, નહિ તે કાંઈ તમને મારવાના હેય? આટલું યે ના સમજ્યા ? સંસાર છે, કુલરિવાજ પાસે બધા મૂકે. એણે કહ્યું, ભલે ત્યારે, એમ હોય તે મોકલજો. એ મર્દ હતે. તમે તમારી જાતને પૂછજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org