________________
વિષયવાસનાની વિકરાળતા
મજબૂત વિશ્વાસ કેળવોઃ
અનંત ઉપકારી શાસ્ત્રકાર મહારાજા મનુષ્યભવની સફળતાનું વર્ણન કરતાં ફરમાવે છે કે જેને શ્રી સર્વજ્ઞપરમાત્મા ઉપર વિશ્વાસ નહિ, શ્રી મહાવીરભગવાનને વચન પર તે પ્રકારની પ્રતીતિ નહિ તે આત્માએ ધર્મ કરે તે પણ શું અને ન કરે તે પણ શું! તમે સાંભળ્યું હશે કે અભવી સાડા નવ પૂર્વ ભણે, સંયમ પણ અજબ પાળે, દેશના એવી દે કે સાંભળનાર પામી જાય, પણ એને મૂળ વસ્તુની રુચિ નહિ માટે એનાં જ્ઞાન, સંયમ ને દેશના, એ બધાં નકામાં. કારણ કે અભવ્યને હૃદયમાં આસ્થા હતી જ નથી.
સભામાંથી પ્રશ્ન અભવ્ય દેવલેક માને છે, તે એને સમ્યકત્વ ખરું કે નહિ ?
નવ તત્વ માને એને જ સમ્યકત્વ હેય. નવમાંથી આઠ માને તે પણ સમ્યફ નહિ. જે નવ તત્વ માને તેને સાચી શ્રદ્ધા જાગે. એક પણ તત્ત્વ ઓછું માને, અરે તત્વના એક અંશને અંશ પણ ન માને તે પણ મિથ્યાત્વ જીવતું ને જાગતું જ રહે છે. આ
વ્યવહાર શ્રુતના આધારે છે. વર્તમાનને એક સમય એટલે કાળ તે જ વર્તમાનકાળ. તેની પહેલાંને બધું જ ભૂતકાળ અને તે પછીને ભવિષ્યકાળ. એ ત્રણેય કાળનાં સઘળાં દ્રવ્યો, તે સઘળાંય દ્રવ્યના સઘળાય પર્યાયે એકસાથે જાણે એવા શ્રી સર્વજ્ઞભગવંતની આજ્ઞા એ છેવટની આજ્ઞા છે. જેવું ભગવાન શ્રી મહાવીરદેવ જાણે એવું જ ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org