________________
૧૨૨]
જીવન-સાફલ્ય દર્શન-૧ ઉપગ માં કરે? એ જાય ક્યાં ? દુર્ગતિમાં.” સમ્યગદષ્ટિ માની આવી હિતચિંતા હોય. માતા ઉદાસીનપણે રહી. એટલા માટે કે આવે તે કહી શકું. એમ ને એમ કહેવા જઉં તે અસર નહિ થાય. નહિ જઉં, નહિ મળું, નહિ પ્રસન્નતા બતાવું તે તેને આઘાત થશે. એ આઘાતમાં મારે જે કહેવું હશે તે કહી શકાશે. આ વિચારની માતા આજે છે? તમે કહે, તમારે ઘેર દીકરે બસે પાંચસે લઈ આવે તે વખતે એમ પૂછનારી માતા છે કે આમાં અનીતિ કેટલી કરી?
ઘીમાં બળી રોટલી ખાતા હઈશું તે લુખી ખાઈશું, ભૂખ્યા રહીશું પણ અનીતિ કરતે ના. અનીતિથી લાવેલા દ્રવ્યથી અમે તને સારે કહીએ એથી તું ફુલાઈને ફાળકો થાય પણ તે કરેલા પાપની સજા ભેગવશે કોણ? રોટલે અરધ મળે તે અરધો ખાશું, પણ અનીતિ, પ્રપંચ, પાપ આ નાની જિદંગી માટે કરતે નહિ” આ પ્રમાણે કહેનારી માતા છે? શ્રી આર્ય રક્ષિતની માતાની આ સ્થિતિ શાને આભારી ? કહો કે સમ્યગદર્શનને. પ્રભુ શ્રી મહાવીરદેવની વાણની વાસને ન ભરી હેત તે સંસારની અસારતાનું ભાન થાત ? મેહની વિકરાળતાનું ભાન આવત? દીકરે વિચારે છે કે મા કેમ દેખાતી નથી ? દીકરે પણ માતૃભક્ત હતા. એવી માતાને દીકરો કે હાય ? માતાને નહિ જેવાથી તેને આનંદ ઊડી ગયે. નગરમાં બધે ફર્યો પણ આનંદ વિના. એણે વિચાર્યું કે મારી મા ન આવી તેમાં જરૂર હેતુ હે જોઈએ. આ બધા તે “હા જી હા” કરનારા, પણ આમાં મારું ભલું ચાહનાર કેશુ? (આજના શું કહે? ડોકરી નહિ આવી હય, જુના જમાનાની અક્કલ વગરની. જેવા માના વિચાર તેવા દીકરાના. પ્રાયઃ દૂધ પાયા તેવું છેક પાકે). બધે ફરી રહ્યા પછી ઘેર ગયે. સીધે અંદર ગયે. મા જે કમરામાં હતી ત્યાં પહોંચ્યું. મા ઉદાસીન ભાવે બેઠી હતી. દીકરે પગે પડયે, હાથ જોડ્યા. આંખમાં પાણી લાવી દેશે. “મા! આખા નગરને આજે આનંદ થયે, આખું નગર મારા સામે આવ્યું, રાજાએ પણ મારું ગ્ય સન્માન કર્યું તો મને કહે કે તું કેમ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org