________________
(૧૧)
સાચા સાધર્મિક ભક્ત બને
શ્રી નયસાર સમ્યકત્વ શાથી પામ્યા ?
અનંતઉપકારી શાસ્ત્રકાર મહારાજા, અનેક દૃષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જીવનની સફળતા માટે શું કરવું જોઈએ એ બતાવતાં ફરમાવી ગયા છે કે શ્રી જિનેશ્વરદેવે કહેલા આગમે, આદિ શાસ્ત્રોનું શ્રવણ કરવું, શ્રવણ કરીને એના ઉપર શ્રદ્ધા કેળવવી અને પછી શ્રદ્ધાનુસાર વર્તન કરવા માટે શક્તિ પ્રમાણે પ્રયત્ન કરે, તે આ મનુષ્યજીવનની સફળતા થઈ શકે. શ્રી જિનેશ્વરદેવના આગમે આદિ શાનું શ્રવણ આપણને ત્યારે ફળે કે જ્યારે તે તારકે ઉપર શ્રદ્ધા થાય અને શ્રદ્ધાને અનુસરતું વર્તન થાય. જ્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ ઉપર સાચો પ્રેમ ન જાગે, જેની ભક્તિ ન જાગે ત્યાં સુધી એ તારકના આગમે ઉપર બહમાન થાય ક્યાંથી ? અને બહુમાન વિના સાચા વર્તનની વાત જ અશક્ય. શ્રી જિનેશ્વરદેવને ઓળખી શકાય એ માટે આપણે ભગવાનને પ્રથમ ભવની વિચારણા કરીએ છીએ. એ મહાપુરુષના ભવની ગણના પણ શ્રી નયસારના ભવથી થઈ, કારણ કે ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને શ્રી નયસારના ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રી તીર્થંકરદેવના પણ ભવની ગણના થઈ શક્તી નથી.
સમ્યકત્વ એટલે શું એ સમજાય એ પહેલાં એ વિચાર કરવા માંડ્યો છે કે એ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ કોના ગે? ઊંચા આલંબન, ઊંચા સાધનો અને ઊંચી ભાવના વિના આ વસ્તુ મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org