________________
સાચા સાધર્મિક ભક્ત બને
[ ૧૨૮
ન સાંભળે, સાધુ પાસે ન જાય, સામાયિક, પ્રતિકમણુ વગેરે ન કરે અરે ! એ બધું કરતાં ન આવડે તે માબાપ કહે કે કામ ઘણું છે, ફુરસદ નથી, બિચારે શી રીતે કરે? અને એ લોકપ્રવાહમાં તણાઈને સાધુ પણ એમ કહી દે કે એમાં કાંઈ વાંધો નથી, તે પછી કહેવું જ શું ? તમે તે કહી દીધું કે અમને ફુરસદ નથી. તમને માબાપ પણ એવાં મળ્યાં છે કે તમારે બચાવ કરે અને પાટે બેસનાર પણ કહી દે કે “ શ્રી જિનેશ્વરદેવની પૂજા ન બને, વ્યાખ્યાન સાંભળવાનું ન બને, સામાયિક ન થાય તે શું થઈ ગયું ? ” તે તમારે નાશ થાય એમાં આશ્ચર્ય શું ? એ બધું ન કરે તેમાં કશે જ વાંધો નહિ. એમ અમે કહી દઈએ તે તમારા જેવા કંઈ પણ નહિ કરવાની વૃત્તિવાળાઓને કંઈ કમીના રહેશે? નહિ જ. પણ વિચારે કે “ તિજોરીની થેલીમાં હજાર બે હજાર કાયમ પણ ક્યારે રહે ? વધવા તે દૂર રહ્યા પણ કાયમ રાખવા માટે પણ કંઈ કરવું પડે કે નહિ ? જે વિચારશીલ હશે તે તમારે પણ કહેવું જ પડશે કે અવશ્ય કંઈક કરવું જ જોઈએ. કારણ કે જે તેમ કરવામાં ન આવે અને કેવળ કાઢી કાઢીને ખાવાનું જ રાખવામાં આવે તે તે પરિણામે પાછળથી ભીખ જ માગવી પડે.
જેમ વ્યવહારમાં તમારે આમ માનવું અને કહેવું પડે છે તેમ જેનપણને સાચવવા માટે પણ કઈ કિયા જ્ઞાનીએ કહી છે કે નહિ?” આ પ્રશ્નના ઉત્તરમાં પણ તમારે કહેવું જ પડશે કે જરૂર કહી જ હેય. જો એમ જ છે તે પછી જ્યારે અનંતજ્ઞાનીઓએ પણ જૈનપણાને મેળવવાની અને સાચવવાની ક્રિયાઓ કરવાની કહી હોય ત્યારે કઈ રીતે અમે કહીએ કે તમારે તે કિયાઓ વગર ચાલે ? વેપારી એમ કહે કે “હું જાણું છું અને માનું છું કે દુકાન ખેલું, બેસું, રીતસર માલ લાવું ને વેચું તે આવક થાય પણ એક દિવસ એવી મહેનત નહિ કરું” તે એને અનુભવી મ ણસ કહી દે છે કે એમ કાંઈ દુકાન ચાલશે નહિ, ને પેટ ભરાશે નહિ. તેમ અહીં પણ “આત્મા છે, પાપ છે, પુણ્ય પાપના ફળ તરીકે સ્વર્ગ છે અને નરક છે.” એમ માનું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org