________________
સાચા સાધર્મિક ભક્ત બને
[ ૧૨૬
શકતી નથી. શ્રી નયસાર અટવીમાં ગયેલા છે, સમ્યકત્વ વગરના છે, ગ્રીષ્મતુ છે, મધ્યાહ્નકાલ છે, શ્રમિત થયેલા છે, ભેજનસામગ્રી તૈયાર છે. એ અવસરે એમને એ ભાવના થઈ છે કે કોઈ અતિથિ આવે એને દઈને જમું. આ એ આત્માની કેટલી ઉત્તમતાઆવા સમયે અને એવી સ્થિતિમાં એવી ભાવના આવવી એ કાંઈ નાનીસૂની વાત નથી. તમને ઘેર બેઠેય આ વિચાર નથી આવતો. તમે જેનકુળમાં જન્મેલા, થોડેઘણે અંશે તેવા સંસ્કાર પણ પામેલા, તેમાં પણ આ ભાવના ન દેખાય તે ઉદ્ધાર કઈ રીતિએ થાય? જેને આપણે તારક માનીએ છીએ તેણે એ કરવાનું અને આપણે કાંઈ નહિ, એમ માને છે ? ખરેખર આજના કેટલાકની ભાવના વિચિત્ર છે. “શ્રી મહાવીર ભગવાને શ્રી મહાવીર તરીકેના ભવમાં જે કર્યું હોય તે જ કરવું, બાકીનું કંઈ કરવું જ નહિ.” આ ભાવના ઘણું જ ભયંકર છે. કારણ કે આ ભાવનાનું પરિણામ એ કે એ કાંઈ બને નહિ અને સંસારથી મુક્તિ થાય પણ નહિ. શું ભગવાન શ્રી મહાવીરદેવ જે રીતિનું જીવન જીવ્યા એ રીતિનું જીવન આપણે જીવી શકીએ? સાક્ષાત્ શ્રી જિનેશ્વર દેના મુખ્ય શિષ્ય ગણધરદેવેએ પણ એમણે કર્યું તે કર્યું કે કહ્યું તે કર્યું?
શ્રી ગણધરદેવ જેવાઓએ પણ કહ્યું તે જ કર્યું અને તે જ કરવા ફરમાવ્યું. “વાTM ધો” આ સૂત્ર પણ એ જ સૂચવે છે. ભગવાન શ્રી મહાવીરદેવે કર્યું તે તે જ કરે કે જે એમના જેવા હાય, બીજાની તે કરવાની તાકાત નથી. એટલે જે કારવાઈને ગે તે તીર્થ પતિ બન્યા તે કઈ? એ ખાસ વિચારવાનું છે. શ્રી નયસારને જે ભાવનાથી મુનિને યેગ મળે, એ ભાવનાથી જે રીતે રંગાઈએ તે રીતે આપણે વર્તવાનું છે. અતિથિ આવે તેને દઈને જમાય, એ ભાવના હોય તે જ અતિથિ આવે તે બહુમાન પેદા થાય. પણ આપણું ઘર મેટું છે માટે આવવું હોય તે આવે ને લેવું હોય તે લઈ જાય, એ ભાવનાથી બહુમાન પેદા થાય નહિ. “ક્યારે આવે ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org