________________
૧૨૪ ]
જીવન સાફલ્ય દર્શન-૧ આ કથનને અર્થ ઊંધ ન કરતા કે મહારાજ આજ્ઞા માનવાની ના પાડે છે. એવું કહે, ને એથી અધર્મ ફેલાય તે એને પાપના ભાગીદાર તમે. હું તે ઢેલ પીટીને કહું છું કે માબાપની આજ્ઞા ન માનવી, એવું કહે તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરાધક છે અને એથી જ પાપી છે, પણ શરત એટલી કે તે માબાપ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરોધ કરનારાં ન હોવાં જોઈએ. એટલું જ નહિ પણ જે પિતાના પુત્રની લાયકાત દેખાય તે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી આજ્ઞાને અનુસરતી પ્રવૃત્તિમાં અનુદન આપવાપૂર્વક સહાયક થનાર જ હોવાં જોઈએ. આ રીતે સ્પષ્ટ કહેવા છતાં પણ ખોટી અફવાઓ જે ફેલાવે છે એની કિંમત શી? આવી રીતના મારા પર આરેપિ બહુ જ થાય છે, પણ એ ગાંડાઓએ ઘડેલા છે. એ આરેપોની કિંમત કંઈ જ નથી. ડાહ્યાઓએ, વિચક્ષણેએ ઘડ્યા હોય, સાબિત કર્યા હેય તેની કિંમત. આ તે બેજવાબદારોએ, વાતને સાંભળ્યા વિના ધર્મને હલકો પાડવા માટે ઘડેલા આપે, તેની કિંમત નથી. નાહક તમે અધર્મ પામો, બીજાને અધર્મ પમાડો, એ કારવાઈ તમારા હાથે ન થાય તે માટે ચેતવણી આપું છું. શાસ્ત્ર કહે છે કે માબાપ અપૂર્વ ઉપકારી છે, એના ઉપકારને બદલે સહેજે વળે તેમ નથી. મિષ્ટાન્નથી જમાડે કે ચંદનથી વિલેપન કરે કે બીજી તેવી અપૂર્વ સેવાથી પણ બદલે વળે તેમ નથી. પરંતુ પોતે ધર્મમાર્ગે જઈ એ માર્ગે માબાપને વાળે, તે જ બદલે વળે. ઉત્તમ દીકરાની ફરજ તે એ છે કે ઉપકારી માતાપિતાને ધર્મમાં જોડી તેમને સદ્ગતિના ભાજન બનાવવા તમે સા એવા બને એ જ એક શુભાભિલાષા. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org