________________
ધયિાએ શા માટે
| ૧૨૩
'
આવી ?' મા કહે છે ‘આખું નગર કઈ તારી મા છે ? એને હ` થાય, મને ન થાય. તું વિદ્યા ભણીને આવ્યા પણ, તે કઈ ? પાપવિદ્યા – પેટની વિદ્યા. જેનાથી મદ્યમાં છકી જાય તેા દુર્ગાંતિમાં ચાલ્યા જાય. તુ કાં દૃષ્ટિવાદ ભણીને આવ્યે છે કે મને આન ંદ થાય ! દૃષ્ટિવાદ જાણે! છે ? જે દ્વાદશાંગી શ્રી ગણધરભગવંતેાએ રચી છે એ પૈકીનું આર. અંગ તે દૃષ્ટિવાદ. એ કાણુ ભણે ? ગૃહસ્થ કે સાધુ ? સાધુ. તે પણ ચેાગાદિ દ્વારા ચાગ્યતા મેળવી હોય તે. છેકરાને સીધુ' એમ કહેવાય એમ ન હતું કે તું સાધુ થા. તાજી વિદ્યા ભણીને આન્યા હતા. તે હજી ર'ગરાગના ઉમેદવાર હતા. છેકરા વિચારે છે કે ગમે એટલુ ભણીને આવ્યા પણ માને આનદ ન આવે તે શુ કામનુ ? છેકરા બોલ્યા, ‘ મા, મા, તારા કહેવા ખાતર એ પણ ભણીશ. પણ મને ભણાવે કાણુ ?” મા કહે છે કે, ‘જો તારે ભણવુ હાય તા ભગાવનાર આચાર્ય મહારાજ છે. તારા સગા મામા છે. ત્યાં જા. એ જે રીતે ભણાવે એ રીતે ભણુ. એ ભણીને આવે તેા મને આનંદ ’ છોકરો કહે છે કે ‘જરૂર જઉં’. કહેા કે ખારે વસે પડિત થઈને આવેલા દીકરાને કયાં પાઠ ભણાવવા માકલે છે ? સમજાય છે કાંઈ ? તમારાં મા, માપ, પત્ની, સ્નેહી કાઈ કટ્ટીયે પાટલે બેસાડી ઊની ઊની રોટલી જમાડતી વખતે કહે છે કે આયુષ્ય ઘટવા માંડ્યું, ટાઇમ ચાલવા માંડયો, તૈયારી થાય છે, આત્માનું કે'ી કરશે ? અમારુ ઘણું કર્યું, હવે તમે તમારું કરે. આ સ્મરણુ કોઈ કરાવે છે ? નહિ. કંઈક ઊલટું જ સંભળાવે છે. તેમાં ય વળી ધર્મ પત્ની કહેવાતી તે કહે છે કે સાડી કેમ ન લાગ્યા ? વીંટી કેમ નહિ લાવ્યા ? આ પ્રશ્ન સાંભળનાર એટલે કે ખાપા લાવીશુ. જપીને ખાવા તેા દે અને મનમાં વિચારે છે કે મજૂરી કરી તેલ નીકળી જાય છે, ચાર લાવું છુ ને આઠ માગે છે. ખસ, આમાંથી ઊંચા અવાય જ નહિ ને આખુ જીવન હારી જવાય. આવા વડીલ આત્માઓની આજ્ઞામાં રહેવું, સહચારીઓનાં મન સાચવવાં ને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કરે મૂકવી, આ કેમ પાલવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org