________________
૧૦૬ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
ન જાણે એવા? એ દેવાધિદેવની આગળ પણ જે છળ અને માયા કરે તે તમને અને મને છેડે ? જે અનંતજ્ઞાનીને ન છેડે, એમને પણ ઊઠાં ભણાવે તે તમારા-મારા માટે ગમે તેમ બેલે એની ચિંતા શી? જેટલું ન કહે તેટલું થોડું. એ તે કહે જ. ન કહે તે આશ્ચર્ય. ઘરબારીને ચરવળાનું શું પ્રજન? ચાંલ્લાનું શું કામ? દુકાનદારી છેડી, નાહકને ટાઈમ આપી અહીં બેસવાનું કારણ શું ? સામાયિક આદિ કરવાનું પણ શું કારણ? આ બધું સમ્યક પ્રકારે સમજે. ભગવાન શ્રી મહાવીરદેવ જેવા થવા માટે કાંઈ કરવું પડશે કે ?
ભગવાન શ્રી મહાવીરદેવને ઓળખવા માટે આપણે ભગવાન શ્રી મહાવીરદેવને પહેલે ભવ લીધે છે. એ જીવન નક્કર છે. એ જીવન પામવા ઘણું ઘણું કરવું પડશે. એક એક દુષ્ટ ભાવના પર અગ્નિ મૂકવે પડશે. વિષયની લાલસાઓને કાપવી પડશે. હજી વિષયવાસના ઘટતી નથી તેટલી મનુષ્યપણામાં ખામી છે એમ કહેવું પડશે. એ વાસના ઘટયા વિના ભગ્ય વસ્તુઓ ઉપર પણ સાચી માલિકી નથી આવવાની. તમે બધા ઘરની ચીજના માલિક છે કે ગુલામ તમે બધા સ્વતંત્રતાવાદીઓ અને ગુલામ ? વીસમી સદીના છતાં તમે ગુલામ ? જાગતા જમાનામાં જીવનારા તમે ગુલામ? એવું કહેવાય? તમારી જાગૃતિને કયું ઉપનામ આપવું? આ તે જાગૃતિ છે કે ઘંઘાટ મચાવવાની ઘેલછા છે? જાગૃતિ એનું નામ કે જેના શબ્દ શબ્દ જવાહર ખરે. સમજદાર, ભણેલાગણેલે, પંડિતમાં ખપત પિતાની જબાનમાંથી શું બેલે? એ એમ બેલે ખરે કે શ્રી જિનેશ્વરદેવની પૂજામાં શું પડયું છે? સામાયિકમાં શું પડયું છે? પ્રતિકમણુ-પૌષધમાં શું પડ્યું છે? એ તે નવરાના ધંધા. | (સભામાંથી): “એને પંડિત કહે કેણુ?” ન કહે તે કલ્યાણ, કર્મસત્તા બહુ ભયંકર છે?
આજના યથેચ્છ બેલનાર અને લખનાર એમ માને છે કે અમને કોણ પૂછનાર છે? પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે કર્મ સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org