________________
૧૦૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
નથી એમ નથી, પણ ઉત્તર શા મળે છે ? દાનનું કહેવાય ત્યારે કહે કે આવક થેડી, જાવક ઘણી, તિજોરીમાં પિલું છે. પણ લગ્ન આવે ત્યારે, ચાહ-સિગારેટ માટે, સિનેમા માટે એને પૈસા મળે. ત્યાં વધે નહિ! અભક્ષ્યની વાત આવે ત્યાં કહે છે કે કંદમૂળ આદિને નિષેધ કરનારા શરીરની શક્તિ હણી રહ્યા છે. ખરાબ વાસના-ખરાબ વાતા વરણે સારું એટલું ઊંધું દેખાય. ટૂંકું ટૂંકું કહેવાય ત્યાં પણ બહાનાં જ નીકળે. કોઈ બહુ પૂછે તે કહી દે કે બરાબર રુચતું નથી. વારંવાર કહે તે પછી આવે જ નહિ. એટલા માટે જ્ઞાનીએ એક વસ્તુ ભારપૂર્વક કહી છે કે જે વસ્તુ અસાર છે, તેની અસારતા બરાબર સમજાઈ જશે કે તરત જ આ બધી વસ્તુ આપોઆપ આવી જશે. કહે! હવે તમને શ્રી જિનપૂજામાં ટાઈમ મેળવી આપ હય, આ બધી ક્રિયાઓમાં તમને આનંદ આવે એમ કરવું હોય તે મારે કયી વસ્તુ તમારા હૈયામાં ઘાલવી જોઈએ ? તમારા હૈયામાં ધર્મના ફણગા ફૂટે તે વસ્તુ ઘાલવામાં આવે તે બધી ક્રિયા આપોઆપ થાય. પ્રાયઃ એકેએક જ્ઞાનીએ દેશનાની શરૂઆત “અસારેયં સંસાર” એ રીતે કરી. “અસારેવં સંસાર” એ પદને અર્થ ! સંસાર અસાર. અસાર હોવાથી એ ખેટ, દુઃખમય, એટલે તયા વિના છૂટકે નહિ એ. પણ આમાં તમારા સંસારની નિંદા ખરીને? જે સંસારને અસાર કહે એ નિંદા ગણાતી હોય તે ભલે ગણાય. એ ગણના ડાહ્યાઓની નથી પણુ ગાંડાઓની છે. શ્રી તીર્થંકર દેવ જેવા જેની અસારતા જોરશોરથી વર્ણવે અને અમને વર્ણવવાનું ફરમાવે, તેની અસારતા વર્ણવવામાં અમને શું વાંધો ? અમારે તે ફરજિયાત વર્ણવવી જોઈએ. વારુ, પણ બધાએ અનંતઉપકારી મહાપુરુષોએ સામાયિક, પૌષધ, જિનપૂજા કરવાનું કહેવા પહેલાં શરૂઆતમાં સંસારને અસાર શું કામ કહ્યો ?
સભામાંથી જવાબઃ એ નક્કી ન થાય ત્યાં સુધી વાસ્તવિક રીતે ધમી થઈ શકાતું નથી.
ખરેખર એમ જ છે. જે આમા સંસારમાં લીન છે તેને સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org