________________
સાચું ધર્માભિમાન
( ૧૧૧
નહિ કરતાં, શુભ ભાવના ભાવે, છે આવા પુત્રે ? આ તે “બાપાજી! થેલી ક્યાં છે? બાપાજી! ચોપડામાં શું છે?” બાપાજી બેટાઇને કહેતાં કહેતાં ને વીલ ઘડતાં ઘડતાં ઢબી જાય. કેવી દુર્દશા ? જૈન શાસ્ત્રોમાં પુનર્લગ્ન છે?
સભામાંથી પ્રશ્ન : બાપને વારસે દીકરો ભેગવે કે નહિ ? એ શાસે પંચાત કરી છે જ ક્યાં ? શાસ્ત્ર તે ભેગવવાને જ ઈન્કાર કરે છે. શાસ્ત્ર તે ભેગની વાત કરી જ નથી, એમાંથી બચાવવાની જ વાત કરી છે. જૈન શાસ્ત્ર લમી જોગવવાનું વિધાન કર્યું નથી અને પરણવાનું કે વિધાન નથી કર્યું. પછી મને પૂછે કે, જેન શાસ્ત્રમાં પુનર્લગ્નનું વિધાન છે કે નહિ? હું તે કહું છું કે લગ્નનું જ વિધાન નથી, ત્યાં પુનર્લગ્ન લાવવું ક્યાંથી ? શ્રી જિનેશ્વરદેવના શાસ્ત્રમાં પુનર્લગ્નનું વિધાન છે કે નહિ એમ ડાહ્યા ગણાતા આજે પૂછે છે. મને દુઃખ થાય છે કે પસ, લગ્ન, પુનર્લગ્ન આ બધું જૈનશાસ્ત્રમાંથી
ધનારા આવ્યા ક્યાંથી? એ તે જૈન દુનિયામાં જન્મ્યા છે કે બહાર? કે જે શ્રી જિનેશ્વરદેવના વચનમાં પુનર્લગ્નના વિધાનની શોધ કરે છે? ગણે અઢાર પાપસ્થાનક. અઢાર પાપસ્થાનકનાં નામ આવડે છે ? ચોથું પાપસ્થાનક કયું ? મૈથુન એ પાપ કે પુણ્ય ? પૂરું નાપ્તિ માં શાર? શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુના વચનમાંથી કેવી શોધ થાય છે! સૂત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવ, ગૂંથનાર શ્રી ગણધર ભગવંતે, ખીલવનાર સમર્થ આચાર્યો, ત્યાગીઓ, જેમણે ઘરબાર સ્ત્રી બધું મૂકી દીધું. એમના કહેવામાં પુનર્લગ્ન, વ્યભિચાર, હેય ? અને ત્યાં તેવું શોધે એ કેવા? જે તમારાથી ન રહેવાય, તમે વિષયના ગુલામ છે અને તમે કઈ પાપ કરતા હો તે તે તમે જાણે પણ આને – આગમને આગળ ન ધરે. ઉઠાવગીરી ઉપર શહેનશાહીનો સિક્કો ન મારે. કમજોર છે, વિષયમાં ફસાયા છે માટે તમને તેવાં ચેડાં સૂઝે છે. પરમાત્મા શ્રી મહાવીરભગવાને પાપનો ત્યાગ જ કહ્યો છે. એમણે તમને થેડી પણ છૂટ આપી છે એવું ન બોલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org