________________
ધર્મના ઉપાસક બને
વસ્તુના પરીક્ષક બને. પછી આ બધી મહેનત લેખે લાગશે. શા મનુષ્ય જીવનની સફળતા બીજામાં બતાવે અને તમે બીજામાં માને ત્યાં શું થાય? “સંસારની સઘળી વસ્તુઓ મળવા છતાં માનવજીવનની સફળતા નથી,” એમ તમારું હૃદય સાક્ષી પૂરે છે? ન પૂરતું હોય તે સમજે કે “ધર્મ અને દુનિયા” એ બે પ્રતિપક્ષી વસ્તુઓ છે. એ બેને મેળ નથી કારણ કે એક આત્માને લાભદાયી છે અને બીજી નથી. જ્યાં સુધી આત્મા આત્મસ્વરૂપને અને બાહ્ય ન પિછાને ત્યાં સુધી પિતાની વસ્તુનું રક્ષણ કરી શકશે નહિ. એ નથી પિછાનતા માટે જ હજી સુધી તમે અને અમે એક ધ્યેયવાળા બની શક્તા નથી. જેને અમે પિતાનું માનીએ છીએ તેને તમારે પણ પિતાનું માનવું જોઈએ. જેને અમે પારકું માનીએ છીએ તેને તમારે પણું પારકું માનવું જોઈએ. આ રીતે સ્વ અને પરને વિભાગ કર્યા વિના, પિતાની વરતુ પોતાની તરીકે ઓળખ્યા વિના, જે વસ્તુ જ્ઞાનીઓ કહે છે, તેના તરફ આમા નિશ્ચલ દષ્ટિવાળો બનવાને જ નથી. આચાર્યાદિનું કર્તવ્ય શું ?
સભામાંથી એક ભાઈએ પૂછ્યું કે “આચાર્યો સમાજવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થા સુધારવા પ્રયત્ન કેમ કરતા નથી?”
સવાલ : સમાજવ્યવસ્થા એટલે શું ?
સભામાંથી જવાબ : “દુનિયાને વ્યવહાર, ખાવાપીવાને, ઘર બાંધવાને, સંસાર ચલાવવાને વિગેરે.”
સવાલ : હું એમ પૂછું છું કે “આચાર્યો એની ચિંતા ન રાખે તે એ વ્યવહાર ચાલે કે તૂટી જાય?”
જવાબ : “આચાર્યો દુનિયાના વ્યવહારની ચિંતા ન રાખે તે તે ચાલે તે ખરે પણ નબળી રીતે ચાલે.”
સવાલ : “તેનું કારણ?” જવાબ : “લેકોને દાનાદિક વ્યવહારની સમજણ નથી માટે.’ સવાલ : “દાનને દુનિયાને વ્યવહાર કહેવો કે ધર્મને ?” જવાબ : “ધર્મનો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org