________________
૬૦ ]
જીવન સાફલ્ય દર્શન..૧ પાપને ડર રાખે :
- જ્ઞાનીના કહેવા પ્રમાણે માર્ગાનુસારી પણાને પહેલે ગુણ ન્યાય સંપન્ન વિભવ છે. પૈસા વિના ચાલે, મમતા છૂટી જાય તે અહેભાગ્ય. મમતા ન છૂટે, આત્મા તેટલો શૂરવીર ન બને, તે પણ અનીતિ, અસત્ય, દેવાળિયાપણું, એ બધું મારે સ્વને પણ ખપે નહિ.” આ ભાવનાની ખીલવટ થાય તે મશીનગને નકામી બની જાય. મશીનગનેને જીવતી રાખનારા સંસાર રસિકો જ છે. કાળા આદમી ધોળામાં ખપવાનો દંભ કરે. ત્યાં ન જોઈતી ઉપાધિઓ ઉભી થાય એ સહજ છે. યાદ રાખજે કે અનીતિ આદિથી બધાયેલ કર્મો જંપીને નહિ બેસવા દે. પરભવને ભૂલવા જેવી નાસ્તિકતા ન બતાવે. તે નાસ્તિકતાએ સાધુ કહેવાતાઓને પણ ભાનભૂલા બનાવી દીધા. એને યોગે ઉભયનું નિકંદન નીકળી જવાનું. શ્રી મહાવીરદેવના-શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કેઈને પક્ષપાત નથી. વર્તન સીધું નહિ રાખ્યું, જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ન વર્યા, તે નરક નિદાદિના ખાડા તૈયાર છે. અમારે એશે અને તમારું તિલક તે વખતે કામ નહિ આવે. અમે કહીશું કે આગમે બહુ ભણ્યા હતા, તમે કહેશે કે અમારી સાહ્યબી બહુ હતી, તે ત્યાં નહિ ચાલે. તમારે ક્યાં જવું છે ? નરકમાં કે નિગોદમાં? એકેમાં નહિ, કારણ કે બેય ખેટાં છે. ત્યાં જવું નથી પણ કારવાઈ ત્યાં જવાની કરવી છે; એ કેમ ચાલશે? આ બધી મેજમજા ઉત્તમ ગતિમાં મેકલે એમ હોય તે જુદી વાત છે, પણ તેમ નથી. માટે “જેમાં સુખની આશા રાખીએ છીએ તે વસ્તુ કયી? ધર્મગુરુઓને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવા લાયક હોય તો તે કયી ?” આવું આવું ખૂબ વિચારે. હજુ પણ કહું છું કે તમારી પરલેકની ચિંતા તેમને કરવા દે. આ લેકમાં મૂંઝાયા, લીન થઈ ગયા, દુનિયાના પદાર્થોમાં ચૂંટી ગયા તે પરલેક બગડે સમજો. વાસુદેવે ક્યાં ગયા ? નરકે. રાજાઓ નરકે કોના અભાવે જાય? ધર્મના. તમારે સ્વર્ગમાં કોના સદૂભાવે જવું છે? કહે કે ધર્મના. જે એમ કહેતા હો તે નિશ્ચિત કરે કે ધર્મને શરણ વિના છૂટકો નથી અને શુદ્ધ ધ્યેયથી યથાશક્તિ એ ધર્મના ઉપાસક બને. એમ થશે તો જ શ્રેય થશે. અસ્તુ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org