________________
G ]
જીવન સાફલ્ય દર્શન-૧
મંત્રીશ્વર અભયકુમારે દેવવમાન જેવા મહેલ બનાવ્યેા. તેમાં ઉત્તમ પ્રકારની સામગ્રી ગેાઠવી દીધી. ચારને તેવા પ્રકારના પ્રયાગના ચેાગે પુષ્પની શય્યામાં સુવાડયો. જાણે દેવિવમાનમાં ન હોય ?
6
આંખો ખૂલી. એને લાગ્યું કે શુ' આ દેવલેાક? શું હું મરીને દેવલેાકે આગ્યે ? દેવ અને દેવીના રૂપવાળા મનુષ્યા · જય જયન ંદા જય જય ભટ્ટા ' માલવા લાગ્યા. સાક્ષાત્ દેવલેાક મનાવ્યે હતેા.
દેવલાકના કાયદો છે કે પૂર્વે શુ' શુ' કયુ' તે પુછાય, તે કહેવુ જોઈ એ. એમ કહી દેવા પૂછે છે કે ‘ એલા તમે પૂર્વે` શુ` શું કર્યું છે ! '
રૌહિણેય વિચારે છે કે શુ' આ સત્ય છે કે મને આળખવાના આ પ્રપંચ છે ? અસ્તુ. તેણે નિશ્ચય કર્યાં કે જો શ્રી વીરભગવાને કહેલું દેવનુ સ્વરૂપ અહીં જોવાશે તે! તે હું સત્ય વાત કહીશ. નહિ તેા ભળતી જ વાત કરીશ. ખરાખર ધારીને જોયુ અને તે કળી ગયા કે આ સવ કપટ છે એટલે એને કારવાઈ ગણાવા માંડી. દેવપૂજા, ગુરુની સેવા, સાધુઓની ભક્તિ, દાન દીધું, શીલ પાડ્યું, તપ કર્યા, આ બધી કારવાઈ ગણાવી.
દેવે પૂછ્યું – હવે ખરાબ કયું હાય તે ગણાવેા.
ચાર કહે – ખરામ એકે નહિ, ખરાબ કરનાર અહી' આવે જ શી રીતે ? પેલા સેવકાએ મંત્રીશ્વરને કહ્યું કે ‘ સાહેબ ! એ તે કઈએ માનતા નથી. ’
મંત્રીશ્વરે કહ્યું – ‘ એને છેડી મૂકો. ગુનાની સાખિતી વિના એને પકડાય નહિ. ’
ચાર જેવા છૂટયા તેવા જ તરત સમવસરણ તરફ દોડ્યા. સીધે ભગવાન શ્રી મહાવીરદેવ પાસે આન્યા. આવીને કહે છે -- ભગવાન ! અનાપ્ત એવા મારા પિતાએ પેાતાને આપ્ત માની આપના વચનને સાંભળવાનો નિષેધ કરી આજ સુધી આપની સેવાથી વચિત રાખ્યા. મને મારા પિતાએ ઠગ્યે. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org