________________
સત્યની પ્રતિષ્ઠા : અસત્યનું ઉમૂલન :
સત્ય સમજવા માટે પ્રયાસ કરે ?
અનંતઉપકારી શાસ્ત્રકાર પરમષિઓ, અનંત પુણ્યરાશિથી પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવની સફળતા માટે, ભારપૂર્વક જણાવે છે કે આ જીવન પામીને શાસ્ત્રશ્રવણ કરવું જોઈએ, એની ઉપર શ્રદ્ધા કેળવવી જોઈએ અને એને અનુસાર શક્તિ મુજબનું વર્તન કરવા માટે પિતાનું સર્વ સામર્થ્ય ખરચવું જોઈએ. એ વિના અનેક સામગ્રીવાળું આ માનવજીવન નિષ્ફળ ચાલ્યું જશે માટે કઈ પણ રીતિએ, આ દુર્લભ માનવજીવન નિષ્ફળ ન ચાલ્યું જાય એ માટે પૂરતા પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે જોઈ ગયા કે આ બધી વસ્તુ ક્યારે બને ? મનુષ્યભવની કિંમત સમજાય ત્યારે. એની કિંમત જ્ઞાનીએ ગમે એટલી આંકી પણ એ વસ્તુ આપણને ન સમજાય ત્યાં સુધી શું કામની? ખરી વાત તો એ છે કે આપણને પિતાને જીવનની મહત્તાનું ભાન નથી. જે માનવજીવનની સાચી મહત્તા સમજાય તે આજે જે જાતિની દશા દેખાય છે તે દેખાત નહિ. સાધવાનું છે તે સાધ્યા વિનાનું રહી જાય છે, કરવાનું કર્યા વિનાનું રહી જાય છે, અને ન કરવાની ક્રિયા જેસર, આનંદભેર, ઉલટભેર, આજુબાજુના વિચાર વિના, ભવિષ્યની દરકાર વિના જેમ ને તેમ કયે જવાય છે, એ મનુષ્ય તરીકે છાજતું છે ? નથી જ. નથી શુભ ઉદયવાળાને શુભેય ભેગવતાં આવડત અને નથી અશુભ ઉદયવાળાને અશુભેદય જોગવતાં આવડતું.” શુભ ઉદયવાળા ધમાચકડી કરે છે અને અશુભના ઉદયવાળા બૂમરાણ કરે છે. નથી શાંતિ શુભના ઉદયવાળાને, કે નથી શાંતિ અશુભના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org