________________
સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ
૯૩
ધર્મના વિરોધી કયી વસ્તુને ચોગ્ય છે?
ધમી તે પૂજાપાત્ર, અધમી તે દયાપાત્ર. પણ ધર્મવિરોધી એ કોઈ ત્રીજી જ વસ્તુને એગ્ય છે અને તે કઈ તે તમે જ વિચારે. શ્રી મરિચીએ જ્યાં સુધી એમ કહ્યું કે “ધર્મ ત્યાં, અહીં નહિ” ત્યાં સુધી પતિત પણ માર્ગમાં રહેલે માળે. સાધુપણારૂપ સન્માર્ગને સ્થિર રાખવા માટે પોતે વેશપલટાન પણ કેવા અર્થ કર્યા છે? તે જુઓ, અને આજના કેટલાક પોતાની પામરતાને છુપાવવા માટે સુસાધુઓને પણ ઉતારી પાડવા ખાતર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું “શું મુંડે શું લેચે રે” આ એક વચન લઈને ગુણપ્રાપક વેશ હલકે પડે એવી રીતે યથેચ્છપણે બેસી રહ્યા છે, તેમને જુઓ ! શ્રી મરિચી વિચારે છે કે, શ્રમણભગવંતે ત્રણ દંડેથી વિરામ પામેલા છે અને હું તે દંડેથી જિતાયેલ છું માટે મને ત્રિદંડનું ચિહ્ન હે. મુનિવરે લેચ કરનાર હોવાથી તે મૂડ છે અને હું અસ્ત્રાથી મૂંડાવનાર છું માટે મને તેના ચિહ્ન તરીકે શિખા હૈ. વગેરે વગેરે.
આ બધી વસ્તુના વર્ણનમાં શ્રીમરિચીએ પિતાની લઘુતા ને મુનિવરેની મહત્તા જ કહી. ત્યાં સુધી પડ્યા ખરા પણ રહ્યા તે માર્ગમાં જ. પણ કપિલના ગે તેઓ માર્ગથી પણ ભ્રષ્ટ થયા. ખરેખર, દુમને કરતાં ગાંડા ભકતોથી બહુ સાવચેત રહેવા જેવું છે. દુશ્મન કંઈ ન કરે કારણ કે તેનાથી ચેતતા રહેવાય. જ્યારે ઘેલા ભક્ત બધું વેડફી નાંખે. આ વસ્તુ ધ્યાનમાં રાખી કહો કે ભય કેને? કહેવું જ પડશે કે ભક્તને. પણ ભક્ત ખરાબ ને દુશમન સારા એમ ન બોલતા. મારા કહેવાને આશય એ છે કે ભક્ત બની ગયેલા આત્માની સેવા, માનપાન આગળ ટકવું બહુ કઠિન છે. ભક્તોમાં પણ કેટલાક એવા ગુણે આવે છે કે તેઓ ભયંકર દોષને પણ ઘળી પીએ છે. અહીં તે એ છે કે તારકમાં તારકતા હોય ત્યાં સુધી ભક્તિ, ને તારકતા ચાલી જાય એટલે નહિ. સૂત્ર વિરુદ્ધ બેલનારથી તે બચવું જ જોઈએ. કપિલ મળે. ધર્મ સંભળાવ્યું. કપિલે કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org