________________
સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉમૂલનઃ
નથીને? કંઈ બોલે તે વિચારવું કે હજી તે બોલે જ છે ને? કંઈ હાથબાથ તે નથી ઉઠાવતે ને? હાથ ઉઠાવે તે વિચારવું કે હજી તે હાથ ઉઠાવે છે, લાકડી તે નથી મારતે ને? લાકડી મારે ત્યારે વિચારવું કે હજી તો મારે છે, માથું તે કાપતા નથી ને? ને માથું કાપે ત્યારે કહેવું કે માથું કાપ્યું છે ને તેમાં મારું શું લઈ ગયે? મારું માથું જવાનું જ હતું તે ભલે એ લઈ જાય. એ તે પરમ ઉપકારી. જે આત્મા પિતાની જાતને પાપને ભાગીદાર બનાવી આપણને પાપમાંથી છોડાવે તેના ઉપર ગુસ્સો કેમ કરાય? સામો આદમી હિંસાના પાપને સ્વીકારે, પિતાના આત્માને પાપથી મલિન કરે, પિતાના આત્માને દુર્ગતિને અધિકારી બનાવે, ત્યારે માથું કાપેને? કઈ ગમે તેમ વતે તે યે અકળાશે નહિ. સત્યથી ચલિત થતા નહિ. ખાલી પંચાતમાં ઊતરતા નહિ. ઝઘડાનું, તેફાનનું નાહકનું નિમિત્ત તમે ન આપતા. કેઈ બલવા માગે તો અહીં લાવજે. ગમે તેને મનુષ્યપણાની હદમાં રહીને બોલવાની અહીં છૂટ છે. પાપ સેવવામાં નિર્બળ કોણ છે ?
દુનિયામાં પાપસ્થાનક સેવવામાં કે નબળા છે ? ત્રણ પિસાને આદમી હજારનું નિકંદન વાળવામાં નબળે નથી. હિંસા-જૂઠ-અનાચાર; આ બધામાં કઈ નબળે નથી. એમાં નબળા તે હોય કે જે આત્મકલ્યાણના અથી હોય અને એ નબળાઈમાં જ સાચું કલ્યાણ સમાયેલું છે. શાસ્ત્ર કહે છે કે “ચેત! પાપ ન કર, હિંસા કરવા જેવી નથી, જૂઠું બેલવા જેવું નથી, પારકાની ચીજ લેવા જેવી નથી, કોઈનું ભૂંડું ઈચ્છવા જેવું નથી, વિષયાધીનતા કે વ્યભિચાર અને પરિગ્રહ કરવા જેવાં નથી.
હવે આપણી મૂળ વાત ઉપર આવે. શ્રી નયસાર વનમાં થાકેલા છે. મધ્યાહ્નકાળ છે. ભેજનસામગ્રી મેજુદ છે, છતાં જમતાં પહેલાં વિચારે છે કે કઈ અતિથિ આવે તે જમાડીને જમું. શ્રી નયસાર
જી. સા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org