________________
પ્રભુની આજ્ઞામાં સ્થિર બને
[ ૮૫ હોય તે તેનું માથું નીચું નમે અને કહે કે “ભાઈ તું કહે છે તે સાચું પણ હું પામર છું.’ શ્રી વાલી અને શ્રી રાવણ:
શ્રી રાવણને શ્રી વાલી વચ્ચેના યુદ્ધનું દષ્ટાંત લઈએ. એ યુદ્ધમાં શું થયું ? પંચેન્દ્રિય ની કતલ. એ કતલ શરૂ થઈ કે શ્રી વાલી સેના ચીરી વચ્ચે આવ્યા અને કહે કે “રાવણ ! તું એ શ્રાવક, હું એ શ્રાવક. નાનામાં નાના જંતુની હિંસા આપણને બેયને ખટકે, આ પંચેન્દ્રિય ની કતલ જેવી એ તારી ને મારા જેવા વિવેકીને છાજે નહિ, લડવું જ હોય તે તું ને હું લડી લઈએ. શ્રી રાવણ પણ એ કબૂલ કરે છે; પણ એ એમ નથી કહેતા કે “જા જા હવે, આ યુદ્ધક્ષેત્રમાં વળી શ્રાવક શા? યુદ્ધક્ષેત્ર એટલે સંખ્યાબંધ મનુષ્યની જ્યાં જગી કતલ ચાલી રહી હોય તે, ત્યાં કંપારી ન હેય.” ત્યાંની ભાવના કયી હોય ? એ એમ નથી કહેતા કે “તું કતલથી ડરતે હતું તે આ શું કરવા ? અહીં એ બધું જોવાય નહિ.” કારણ કે તે શુદ્ધ સમ્યગદષ્ટિ હતા. જ્યારે આજે તે શ્રાવક રાત્રે જમે, પછી એને કોઈ કહે તે એ કહે કે બેસ, બેસ, એમાં તું શું સમજે ? તે એ સાધમી ખરે? નહિ જ. માનીએ કે રાત્રે ખાવાથી શ્રાવકપણું ન જાય પણ એને રેકે, શીખામણ દે, એને એ એમ કહે કે “આ જમાનામાં એવી બાયેલી વાતે નહિ ચાલે. ગમે તે ખાઓ, ગમે તે પીઓ.” એ સાધમી ખરે કે નહિ? કહેવું જ પડે કે હરગિજ નહિ. આજ્ઞાને અનુસરતું શિક્ષણ, આજ્ઞાને જ અનુસરતા સંસ્કારે જૈનકુળના ઘેરે ઘેર શરૂ થવા જોઈએ. શ્રી જિનેશ્વરભગવાનની એકે એક આજ્ઞા સમજવી જોઈએ. આ જૈનકુળના શિક્ષણ માટે, કેળવણી માટે, વિચારે માટે જેટલું શક્ય હોય તેટલું થવું જોઈએ. અને ખરી ભક્તિ પણ તે જ છે. આજે શ્રી મહાવીરદેવના મંદિર માટે શ્રી મહાવીરદેવની મૂર્તિ માટે, શ્રી મહાવીરદેવના સાધુ માટે, શ્રી મહાવીર દેવના આગમ માટે, અને શ્રી મહાવીરદેવના ધર્મ માટે, કેઈ યાતકા બેલે તે કહેવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org