________________
( ૭ )
પ્રભુની આજ્ઞામાં સ્થિર બને
ધર્મ ન થવાનું કારણ પાદિય કે બેદરકારી
અનંતઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે આ દુનિયાનાં પ્રાણીઓ ધર્મને ન તે શુભકર્મના ઉદયમાં આરાધે અને ન તે અશુભ કર્મના ઉદયમાં આરાધે. એએને બન્ને પ્રકારના ઉદયમાં વધે. શુભ કર્મના ઉદયવાળાઓ મળ્યું છે તેને સાચવવાનું કહે છે, અશુભ કર્મના ઉદયવાળાઓ કહે છે કે જરૂર બહુ છે. પેલે સાચવવામાંથી પરવારતા નથી, આ જરૂરમાંથી છૂટ નથી. શુભ કર્મોના ઉદયવાળાઓ સામગ્રીની આળપંપાળમાં સમય ગુમાવે છે, અશુભ કર્મના ઉદયવાળા આત્માઓ તેને મેળવવામાં સમય ગુમાવે છે. ત્યારે હવે મનુષ્યભવની સફળતા માટે કહેલ વસ્તુને અમલ કોણ કરે? પુણ્યાનુબંધી પુણ્યદયવાળા હેઈશું તે ધર્મની ભાવના આપોઆપ જાગશે, અને પાપાનુબંધી પુણ્યદયવાળા હોઈશું તે જાગવાની નથી.’ એમ નિશ્ચયથી માની લઈએ તે પછી ઉપદેશની, શિખામણની કે પ્રેરણાની જરૂર શી ? પણ એવું ન માનતા. સમ્યગૃષ્ટિ કે સમ્યગ્રદર્શનના અથી આત્માએ ભાગ્ય પર આધાર રાખીને બેસી રહેવાનું નથી. સમ્યગદષ્ટિ આત્માઓ અને સમ્યગદર્શનના અર્થો આત્માએ તે અશુભ કર્મના ઉદયને નિષ્ફળ કરવા પૂરતે પ્રયત્ન કરવાને છે પણ અશુભના ઉદયને નામે બેટી બચાવ કરે એ એને માટે ભારૂપ કે વ્યાજબી નથી. વ્યવહારમાં પણું આંધળો માણસ રસ્તે ચાલતાં થાંભલે ટીચાય તો તેને દેખી દેખનારને દયા આવે, દેખનાર એનું કાંડું પકડે અને રસ્તે પહોંચાડે, પણ દેખતાને ભટકાતા જોઈ દેખનાર શું કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org