________________
૭૦ ].
જીવન સાફલ્ય દર્શન-૧
એમ કહે કે “શું કરીએ? એ ભણેલોગણેલે છે, ગ્રેજ્યુએટ છે, મહિને બસે રૂપિયા લાવે છેએને શું કહીએ?” આમ કહે એ કેટલું ભયંકર છે? “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે, કંદમૂલાદિ અભક્ષ્ય છે, રાત્રિભેજનાદિ વર્યું છે, અઢારે પાપસ્થાન પાપસ્થાનક તરીકે અસેવ્ય છે. સંસાર એ ત્યાજ્ય છે અને રત્નત્રયી જ ઉપાદેય છે, ” વગેરે વગેરે વાતને હંબગ માનનારાએ શ્રી મહાવીર દેવનું નામ દે એથી આપણે જાયે મલકાવાનું નથી. વાસ્તવિક રીતિએ એવા તે ભયંકર રીતે શાસનને નાશ કરનાર છે. એવાઓને શંભુમેળ કરી સંખ્યાબળ વધારવાની અમારી સ્વપ્ન પણ ઈચ્છા નથી. આથી તમે સમજી શકશે કે હું સંખ્યાબળ વધે તેને વિરોધી નથી પણ એ તે ચોક્કસ છે કે ઉપરની જાતના સંખ્યાબળની આપણને બિલકુલ જરૂર નથી આથી સુવિહિત શિરોમણિ સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તે ફરમાવે છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેલ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા એ સંઘ છે, પણ આજ્ઞારહિત એ મેટો પણ સમુદાય હાડકાંને ઢગલે છે.” આ વાત બરાબર સમજે અને હૃદયમાં ઉતારી નિર્ણય કરે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ ધર્મ માનનારે આત્મા ધર્મને સાચે ઉપાસક બની શકે. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org