________________
જીવન સાફલ્ય દર્શન-૧ પિલા હીરાવાલાને કહે છે કે “મૂખ, આમાં ન મૂંઝા” અને પિલા દીનને કહે છે કે “આની પૂંઠે ભિખારી ન બન. પેલાને કહે છે કે “આને છોડ.” અને દીનને કહે છે કે “આની લાલસા મૂક.” અહીં કોણ આવે? ચક્રવતી પણ આવે અને ભીખારી પણ આવે. બેય પિતાપણું મૂકીને આવે. અહીં ભીખારીપણું અને ચકવતી પણું બેય બાધક, કારણ કે બેય દુર્ગુણ છે. આ દુર્ગુણના મેગે તમે ગબડી રહ્યા છે. પગ ખસે એટલી વાર છે. છેડે ઊભેલે થંભે, ઊભું રહે, રૂકી જાય, સલાહ માને, ઈશારે સમજે, અવાજથી કળી શકે તે બચી શકે ને મૂંઝાય તે નીચે જાય. શાણે હેય તે એક પગ ઉપડેલે પણ ચગ્ય સ્થાને લઈ લે. આથી સ્પષ્ટ છે કે જે શુભાશુભના ઉદયને આધીન ન બને તે જ ધર્મ આરાધી શકે. ચક્રવર્તીઓએ, રાજા-મહા રાજાઓએ, શેઠ-શાહકારોએ તથા હિંસકોએ, ઉત્પાત મચાવનારાઓએ, ચોરોએ, કઠિયારાઓએ...બધાએ ધર્મ સાથે. બેય ઉદયવાલા બન્ને ઉદયથી પર રહી સંપૂર્ણ આરાધનાના બળે મુક્તિએ ગયા. આપણે જ રહ્યા. શાથી? શુભ અને અશુભના ઉદયને આધીન બન્યા તેથી. આ બધું વિચાર્યા વિના તમારે તે કહેવું છે કે ઉદયમાં આવે તે ને? પણ ઉદયમાં આવે શી રીતે? વસ્તુતઃ સંયમાદિ ગુણે કઈ કર્મના ઉદયને આભારી નથી પણ ક્ષોપશમાદિને આભારી છે માટે ઉદયથી પર બની અથવા ઉદયને સાધક બનાવી ક્ષપશમ થઈ જાય એવા પ્રયત્નમાં મચી પડવુ એ જ હિતકર છે. એ દશા માટે પ્રેરણું મળે એવાં અનેક દૃષ્ટાંતે છે. સાધર્મિકની ભક્તિ કરવાની ભાવના ખીલ :
હાલમાં ચાલુ એવી શ્રી નયસારની વાત આપણે લઈએ. ગ્રીષ્મ ઋતુ, મધ્યાહ્નકાળ, ભૂખ્યા, થાકેલે, સમ્યક્ત્વ થયું નથી એ, શ્રાવક કુળનેયે નહિ–એ અતિથિ માટે વિચારે છે કે કોઈ અતિથિ આવે તે હું જમાડીને જમું. આ ઉપરથી શું શ્રાવક પિતાના કર્તવ્યને સમજી શકે તેમ નથી ? શ્રાવક જમવા બેસવા પહેલાં દશે દિશાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org