________________
ધર્મના ઉપાસક બને
૫૮ ] જે જોઈએ. આ પ્રમાણે વિચારી રાજા પોતાના મંત્રીશ્વર શ્રી અભયકુમારને કહે છે કે “ખબર આપે કે શ્રી શાલિભદ્ર રાજસભામાં આવે.” માતા કહે છે કે “આજ્ઞા માથા ઉપર. પણ મારે શાલિભદ્ર સંસારના વ્યવહારથી અજ્ઞાત છે. મહારાજા પિતે જ મારા ઘરને પાવન કરે.” મહારાજા પણ તે વાત માન્ય રાખે છે. રાજાએ સમ્યગૂદષ્ટિ અને શાલિભદ્રની માતા પણ સમ્યગુદષ્ટિ. બન્નેની નીતિ રીતિ જોઈ? આ દશામાં પ્રજાને આર્તનાદ પણ નથી કરવા પડતા અને રાજાને મશીનગનની પણ જરૂર નથી પડતી. બન્નેના વિચારમાં અને ભાષામાં કેટલી સૌમ્યતા અને સુંદરતા ઝળકી રહી છે, એને ખૂબ વિચારે. આ બધા પ્રતાપ શ્રી જિનેશ્વરદેવના શાસનની રસિકતાનો છે. અર્થકામની લાલસા એ એક ભયંકર વસ્તુ છે. એ લાલસાના ક્ષેત્રે તે આજે એવા વક્તા નીકળ્યા છે કે એક વેણ બેલે ને સામાના કાળજામાં હેળી સળગે. સાંભળનાર પણ એવા છે કે સત્યને બંદૂકે મારે. વધતી જતી અર્થકામની લાલસાઓને પિષવાની ઈચ્છાને આધીન થઈ પાપને પણ નહિ જુઓ તે જે દુર્દશા થઈ રહી છે તેથી કંઈ ગુણી અધિક થશે; માટે ભાગ્યવાને ! દુનિયાના પદાર્થોની આસક્તિરૂપી અગ્નિ સળગી રહેલ છે તેને વૈરાગ્યરૂપ જળથી શાંત કરે. “નમે અરિહંતાણું ની નવકારવાળી કેમ ગણવી ? શા માટે ગણવી ? તે તે તમે બધા ભૂલી ગયા. માટે એક નવકારવાળા એવી જ ગણે કે “દુનિયાના પદાર્થોને મારે એક દિવસ છેડ્યા વિના છૂટકો નથી માટે હમણાં જ છૂટે તે સારુ આ પણ ભગવાનની આજ્ઞા જ છે એટલે એના સ્મરણથી તમારે આત્મા દિવસે દિવસે પવિત્ર બને. દીક્ષાથી તમે નકામા ભડકે છે. હું કહું છું કે તેને લીધા વિના તમારે નહિ પણ કોઈને ય છૂટકો નથી. તમારા તારકે લીધું તે તમારે લેવું જ પડશે. તેને હૃદયથી નમે. હૃદયને નમસ્કાર સંસારમાં પણ સુખરૂપ નીવડશે. વૈરાગ્યભાવવાળા આત્માને સંસાર પણ દુઃખરૂપ નીવડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org