________________
ધર્મના ઉપાસક કોણ બની શકે?
ધમ કેણ કરી શકે ? શુભના ઉદયવાળે કે અશુભના ?
અનંતઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ, એકાન્ત ઉપકારની દષ્ટિએ મનુષ્યજીવન કેમ સફળ થાય તેને માટે માર્ગ નિદેશ કરતાં ફરમાવી ગયા છે કે ગમે તેવા સંયોગોમાંથી પણ સમય મેળવી, શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનું કલ્યાણદષ્ટિએ સાંભળે, એ સાંભળીને, એ કહેનાર વીતરાગ હઈ અનંતજ્ઞાની હતા એમ માની તેમને પૂરી શ્રદ્ધાએ માને અને માન્યા પછી તેમની આજ્ઞાનુસાર વર્તન માટે તમારામાં જેટલી શક્તિ હોય તેટલી બધી ખરચે, એથી પામવા ગ્ય વસ્તુ પમાશે, જે સુખની ઝંખના કર્યા કરે છે તે આવી મળશે, નહિ તે જેમ અનંત જન્મ ગયા તેમ આ જન્મ પણ નિષ્ફળ જશે એટલું જ નહિ, પણ ભારેમાં ભારે નુકસાન કરનાર નીવડશે. પાછળથી કરેલે પસ્તા કામ નહિ આવે. જે કાંઈ વિચાર કરવાનો હોય, જે કાંઈ કાર્ય કરવાનું હોય તે આયુષ્ય બાકી છે એટલામાં જ કરી લેવા જેવું છે. કર્મસત્તા આગળ કેઈનું ચાલ્યું નથી, ચાલતુ નથી અને ચાલવાનું યે નથી. કર્મના ઉદયની સામે થવા જેટલું આપણામાં કૌવત નહિ હોવાને કારણે નહિ જેવા સંગ આપણને મૂંઝવે છે. નહિ જેવા વાગરંગ આપણને ભાનભૂલા બનાવ્યા છે અને આપણી ધર્મની વાસના પાવી છે. નહિ જેવા કર્મના ઉદયની સામે જે આપણે ન ટકી શકીએ, એને ન જીરવી શકીએ તે ભયંકર ઉદય સામે શું થશે? માટે જે કર્મ બંધાયાં તે બંધાઈ ગયાં, હવે નવે બંધ અશુભ ન પડે, આત્મા અગ્ય સ્થિતિમાં ન મૂકાય એની કાળજી કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org