________________
૫૪ ]
જીવન સાફલ્ય દર્શન-
- બસ તમારા જ ઉત્તરથી એ વાત સ્પષ્ટ થાય છે કે “દુનિયાને વ્યવહાર તે લોકો પોતાની મેળે જ ચલાવે છે અને દાન વગેરે માટે ઉપદેશની જરૂર છે. સમાજવ્યવસ્થા કરવી એટલે દાનાદિ કરાવવા તે, નહિ કે વ્યાપારાદિમાં સમાજને જે તે પૈસા કમાવા, ઘર બંધાવવાં વગેરે ચાલે જ જાય છે, પણ તેમાં અનીતિ વગેરેનું જે સેવન થાય છે તેમાંથી બચી જાય તે સારું” એ ઈચ્છાથી સમાજવ્યવસ્થામાં મહાપુરુષને હાથ હોય તે એટલે જ કે દુનિયાના વ્યવહારમાં લોકોને અનીતિ, લભ વગેરેમાંથી પાછા હઠાવવા અને એ ઈચ્છા પણ તે જ સફળ થાય કે લક્ષ્મી આદિની અસારતા, તેની અનિત્યતા આદિને સમજાવવામાં આવે. એ જ કારણે પ્રાયઃ હરેક ઉપદેશની શરૂઆતમાં જ્ઞાની પુરુષોએ સંસારની અસારતા જોરશોરથી સમજાવી છે અને જે સમ્યગદષ્ટિ હોય તે સંસારમાં ન રમે એમ ખુલ્લી રીતે ફરમાવ્યું છે. આ દુનિયા અનાદિકાળથી અર્થકામમાં રાચેલી છે. તે મેળવવા એટલે બધે પ્રયત્ન કરે છે કે આત્માનું ભાન ભૂલી ન કરવાનું કરે છે. આ મહાપુરુષોએ વિચાર્યું કે બને તેમ હોય તે, એગ્ય હોય તેને તેમાંથી ખસેડવા, કારણ કે એમાં જ તેઓનું શ્રેય છે; પણ જે લોકો ને ખસી શકે તેવા હોય તે પણ અનીતિ આદિથી બચી જાય તે પણ સારું, કે જેથી કોઈ પણ વખતે પ્રભુમાર્ગની પ્રાપ્તિ કરી શકે. એ જ એક એ ઉપકારી મહાપુરુષોની અભિલાષા. કહે હવે વર્ણાશ્રમવ્યવસ્થા એટલે શું?
આ ભાઈ એમ કહે છે કે પહેલાં બધા જંગલી હતા, વાઘ વરૂ આદિને ભય હતું. તેથી કેટલાકે ઘર બાંધવાનું, ગંધવાનું, વગેરે જુદું જુદું કામ કર્યું, માટે તે અમારે ટકાવી રાખવું.”
પૂછું છું કે આવી વાત તમે ક્યાંથી ઉપાડી લાવ્યા? ખેર, હવે તે વાઘ આદિને ભય નથીને?”
આ પ્રશ્નના ઉત્તરમાં એ જ આશય પ્રગટ કરે છે કે હવે એ ભય નથી રહ્યો છતાં પણ એ બધું તમારે ટકાવી રાખવું જોઈએ. આથી આ વાતમાં કંઈ સાર જણાતું નથી. વળી પાછો સભામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org