________________
સાચા જૈનત્વની ઓળખાણુ
આ બધું કહેવાતું કારણ :
આજ્ઞાનું પાલન એ જ ધર્મ છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા અને કાંત છે. દરેક ગુણસ્થાનક માટેની આજ્ઞા જુદી. અમારી–તમારી જુદી એટલે કે—સવ વિરતિધર માટેની અને દેશવિરતિધર આદિને માટેની જુદી. અમને જેના નિષેધ તેને તમને નહિ. કારણુ ! તમને પાપ ન લાગે માટે ? ના, પણ તમે પાલન ન કરી શકે તેથી ! અમે આચારમાં સાધુ, તમે વિચારમાં સાધુ. જેને અમે પાપ માન્ય, અકરણીય માન્યું, તેને તમારે પણ તેવુ જ માનવુ' જોઈ એ, જે દિવસે તમારા અને અમારા વિચારાના મેળ થશે, તે દિવસે શ્રી જૈનશાસન વધુ અળકશે : દુનિયા ઝૂકી પડશે. તમારા-અમારા વિચારોની એકતા થાય તેવી કેળવણી હ્યા. તેવા સ ંસ્કાર પડે એવું જીવન જીવે. જ્ઞાનીઓએ વખાણ્યું તેવું જીવન નહિ જીવી જાણેા, તે પરિણામે દુઃખની ચિતાએ તૈયાર છે. તમે ખાઓ છે તેની અમને ઈર્ષ્યા નથી. તમારી મેટર જોઈ ને અમારુ' હૈયુ મળતુ નથી. તમારી ગાળા, તમારી તિરસ્કાર સહીને પણ અમે કહીએ છીએ, તેનું કારણ ? દયા આવે છે. નાશવંત અને છેવટે મૂકીને જવાના પાર્ઘામાં રાચીમાચીને રહ્યા તે હાડકાં ભાંગી જવાનાં. એક પણ ક ંપની બચાવવા નહિં આવે. છ ખંડના માલિકે સાતમીમાં સડે છે. પુષ્પની શય્યામાં સૂનારને બેસવાની જગ્યા નથી. ખાટાને મૂકવાનુ કહીએ તેમાં જેને ગુસ્સા આવે તે મૂખ છે. તમે ખાઓ, પીએ, શ્રીમાન્ અને, અમજોની વૃદ્ધિ થાય, તેમાં અમને કાંઈ હાનિ છે ? હુવાઈ વિમાનમાં ઊડા, ચાનાં તપેલાં ખાલી કરો, અમર્યાદિતપણે પાન ચાવીને જીવન પશુ જેવુ બનાવે, તેમાં અમને હાનિ છે? નહિ જ! તે પછી એ સઘળાના પરિત્યાગ થઈ શકે તે માટે તેની અસારતા અનેિ અમે સમજાવીએ તેનું કારણ ? એકતા અન ંતજ્ઞાનીઓની આજ્ઞા અને બીજું અનતજ્ઞાનીઓના કથન મુજબ તેનુ પરિણામ જાણવાથી અમને આવતી યા.
Jain Education International
For Private & Personal Use Only
[ ૧૩
www.jainelibrary.org