________________
૩
પરલાકની ચિંતા
પરલેાકને ન ભૂલા :
અન તઉપકારી શાસ્ત્રકાર પરમષિ, મનુષ્યભવને પામેલા આત્માને ઉદ્દેશીને, આવી ઉત્તમ સામગ્રીએ પામીને તે આત્માએ સદાને માટે સુખી કઈ રીતે થઈ શકે, તેના પરલેાક કઈ રીતે સુધરે ને તેએ પરિણામે મુક્તિસુખને કેમ પામે, એ જ એક ભાવનાથી પરલેક સુધારવાના માર્યાં બતાવી રહ્યા છે. એ મહાપુરુષાને આલેાક કરતાં પરલીકની ચિંતા ઘણી હતી. જો આત્મા આ લેાકની ચિંતામાં પડી જાય, તે શું થાય? માની લઈએ કે ચિંતા કરવાથી આ લેક કદાચ સુધરી જાય, જો કે એ સંભવિત નથી, કારણ કે તેમાં મશગુલ રહેનારા અને આલેકની સાહ્યબીએમાં રાચીમાચીને રહેનારા આ લેાકને સુધારે જ એ નક્કી નથી જ, છતાં માની લઈએ કે સુધારે, પણ તે સુધારતાં ભવિષ્ય બગડી જાય તે ? વ્યવહાર પણ કહે છે કે ખાવાપીવાની, મેાજશેાખ કરવાની ઇચ્છા મેાસમ વખતે માંડી વાળવી જોઈએ, કારણ કે એક માસમ ભૂલ્યા તા બારે મહિના ગયા. રમતગમતના સ્વભાવવાળા માળકો ઉપર માખા! અંકુશ મૂકે છે કારણ કે એ પાંચ વર્ષોં કદાચ આનદમાં તે ગુમાવે પણ તેમ કરવાથી ભવિષ્યનાં પચીસ-પચાસ વષ દુ:ખી થશે. નાકરીઆત માણસે માને છે કે છ ક્લાક નાકરી કરવી જોઈએ, જેથી ઘેર ગયા પછી સુખે ખવાય, સુખે સુવાય; માટે તે છ કલાકના આનંદ ચા મૂકે કે નહિ ? મૂકે જ. આથી સ્પષ્ટ છે કે દુનિયામાં દરેકેદરેક માનવી ભવિષ્યના સુખને માટે વર્તમાન સમયની તકલીફને અંગીકાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org