________________
સત્ય-અસત્યને વિવેક
[ ૪૫
કરે અને કઈ રમણીને જોઈ આંખે ચૅટી જાય, આ સ્વતંત્રતા છે કે ગુલામી છે? શરીર તમારું કે તમે શરીરના ? ઈક્તિ તમારી કે તમે ઈન્દ્રિયોના ? મને તમારું કે તમે તેના ? મહાનુભાવે ! તમે બધા સ્વતંત્રતાવાદી છે તે જરા તો બોલે ! તમે સ્વતંત્ર અને વળી કેવા? વીસમી સદીમાં વીજળીવેગે આગળ વધતા, પંજાબ મેલની ઝડપે દોડતા; પણ જે જે ભટકાઈ ન પડે. હાડકાં ન ભાંગે. છતી આંખે આંધળા ન બનતા. તમે કેની કોની ગુલામી કરી રહ્યા છે ? જ્યાં જ્યાં તમારી સત્તા છે ત્યાં તે ચલાવતાં શીખે ? તમે આત્માની અનંતશક્તિ ઉપર પાણી ફેરવ્યું. સ્વાદ ખાતર, રૂપરંગ ખાતર, સુવાસ ખાતર, પાપને, પ્રપ અને અન્યાયને, કે અનીતિને ભય ન ધર્યો. મનની એ જ ખાતર તમે શાહુકારી વેચી, પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું, જૈનત્વ પર કૂચડે ફેરલૂખા રે ટલે પેટ ભરાય કે નહિ? અની. તિથી ઘીમાં ઝબોળેલી રોટલી સારી એમ તમને કઈ બુદ્ધિના મેગે લાગ્યા કરે છે? હિંસા અને મૃષાના સેવનથી મળેલી મે જમજામાં મજા છે, એમ માના છે? કેટલાક કહે છે “આ જમાનો અહિં. સાને નથી, સત્યને નથી, અમે પાપબાપ નહિ ગણીએ. અહીં પાપ, તહીં પાપ, પાપ પાપ કરી નિર્બળ બનાવ્યો.” વાહ બુદ્ધિમત્તા ! પણ જ્ઞાની જેને પાપ કહે તે તમને ન જચે અને એથી ગુસ્સે આવે તે આત્માને ઉદ્ધાર કેમ થાય ? સાચો ઉદય કયી રીતે થાય? સુખ કયી ઝાડીમાંથી મળે? ભાગ્યવાન ! માગ સીધો શોધ, આત્મહિતનાં સાધનો ઉચ્ચ કેટિનાં નાહ , પાપવાસનાઓ નહિ ઘટાડે, વિષય કષાયો નહિ ઓછી કરે, હૈયુ પપકારથી તરબળ નહિ બનાવે, અને અન્યાય-અનીતિથી પાછા નહિ હઠે તો માથું ફેડીને મરી જવા છતાં સુખ તમારી સાથે નહીં જુએ કદાચ કોઈ પૂર્વનું પુણ્યદયે સુખ મળશે તે એ પાપનુબંધી પુણ્યના પ્રતાપે મળેલા સુખથી પરિણામે ભવિષ્યમાં દુઃખની સગડીમાં સળગ્યા કરશે. મરચું-મીઠું ખરીદવાની અને ઝવેરાત ખરીદવાની બુદ્ધિમાં ભેદ ખરે કે? ધર્મ ખરીદવામાં બુદ્ધિની જરૂર ખરી કે નહિ? મેતી અને પન્નાની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org