________________
સત્ય-અસત્યને વિવેક
| [ ૪૩
તમારે ગમે તે રીતે પણ એ પદાર્થો મૂકવાના જ છે. એ પદાર્થોમાં આટલું મમત્વ? જે એ પદાર્થો સાથે જ રહેતા હતા, તે તેના ઉપર તમે મરી ફીટત તે યે વાજબી હતું. જે અણીને સમયે પણ કામ ન આવે, એ બધા પદાર્થો વિદ્યમાન છતાં, ઢગલાબંધ છતાં, આખરે શરણ તે બીજાનું જ લેવું પડે તે પછી એની આટલી બધી લાલસા શા માટે ? તમે એની લાલસામાં એટલા બધા લીન બન્યા છે કે બીજી વાત સંભળાય પણ નહિ, એ કમનસીબી નહિ તે બીજું શું? બધાને સુખ ગમે છે, દુ:ખ કેઈને ગમતું નથી. ચોવીસે કલાક ઝંખના સુખની અને મહેનત પણ સુખ માટે, છતાં કઈ કહી શકશે કે હું સંપૂર્ણ સુખી છું ? જરૂર કાંઈને કાંઈ દુઃખ તે હેય જ છે. પૈસા મળ્યા પછી, નહેતા મેળવ્યા તે વખતથી, કયી ગુણી તકલીફ વધે છે, છતાં એ જણાતી નથી, કારણ કે એમાં મગ્નતા ઘણી છે; માટે દુઃખ એ દુઃખ લાગતું નથી. દુઃખમાંયે ઝાંઝવાના નીર જેવી સુખની કલ્પના છે. એ સ્થિતિમાં બીજી વસ્તુ કેવળ અપરિચિત, તદ્દન નવી લાગે છે. માટે સાંભળવી ગમતી નથી. જે ગમતી હતી તે તે સાંભળતાં આનંદ થાત. સત્ય અને અસત્યને વિવેક થયા વિના આ સાંભળવામાં આનંદ થે સંભવિત નથી. માટે જ કહું છું કે સત્ય અને અસત્યને વિવેક કરવા માટે તૈયાર થાઓ. સાંભળે નહિ, વિચારે નહિ અને વર્તન માટે તૈયારી ન કરે તે સાચા માર્ગની પ્રાપ્તિ ક્યાંથી થાય? ન જ થાય. એ જ હેતુથી સાંભળે, વિચારે અને યથાશક્તિ વર્તન માટે ઉત્સુક બને. અનંત દયાળુ જ્ઞાનીઓએ કહ્યું છે કે મનુષ્ય જીવનની સફળતા માટે પ્રથમ શાસ્ત્રનું શ્રવણ કરે, શ્રદ્ધા કેળવે અને તદનુસાર વર્તવાની તૈયારી કરે. હવે સાંભળવાની દષ્ટિએ સંભળાય છે તે શ્રદ્ધા વધે ય ખરી અને યોગ્ય પ્રવૃત્તિ પણ થાય; પણ જે સાંભળવામાં કોઈ જુદો જ ઈરાદો હોય તે લાભ શી રીતિએ થાય ? ન થાય. સય્યદષ્ટિ આત્મા કે હેય એ સમજે એટલે આપોઆપ સમજાશે કે સાંભળવાનું પણ કથા ઈરાદે હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org