________________
૫૦ ]
જીવન સાફલ્ય દર્શન
માટે ભગવાન શ્રી મહાવીરદેવે પ્રકાશેલા મોક્ષમાર્ગને આપણે બંનેએ સાથે રહી ઉપાસવાનો અને પ્રચારવાને. શ્રી જિનપૂજા, સામાયિકાદિ અનુષ્ઠાને આપણે અહર્નિશ સાથે કરવાનાંઆ વગર બીજુ કશું જ કહેશો નહિ. બીજે બદલે કે સેવા માગશો નહિ. તારક ક્ષેત્રો :
સાતે ક્ષેત્ર તારક છે : ૧, શ્રી જિનમૂર્તિ, ૨. શ્રી જિનમંદિર, ૩. શ્રી જિનાગમ, આ ત્રણેને માને, સંવે, પૂજે, આરાધે તે ૪. સાધુ, ૫. સાધ્વી, ૬, શ્રાવક અને ૭. શ્રાવિકા
પ્રથમના ત્રણને ન માને, ન સેવે, ન પૂજે, ન આરાધે, તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક, ન શ્રાવિકા. શ્રી જિનવિજયજી મહારાજ કહે છે કે અત્યારે જિન નથી, કેવળી નથી, અને એ જ કારણે પંચમકાળ એ ફણધર સમાન છે, પણ એ પંચમકાળરૂપ ફણીધરનું ઝેર નિવારવા માટે મણિસમાન, ફક્ત શ્રી જિનાગમ અને શ્રી જિનબિંબ છે. શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનગમની મહત્તાને સમજનાર સાધુ, સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાના સમુદાયે પોતાના સાધુ-સાધ્વી તરીકેના જીવનને અને શ્રાવકશ્રાવિકા તરીકેના જીવનને અખંડિતપણે જીવવા માટે એ ત્રણે સર્વોત્તમ પુણ્યક્ષેત્રોને કચી રીતિએ સેવ્યાં છે એ જાણે છે ? એ આરાધ્ય ન હેત તો તમે અને અમે આ રીતના ત્યાંથી હેત ? એ ત્રણના આધારે જ બાકીના ચાય છે. તમારે સાચો સાધમી શ્રાવક પણ તે જ છે કે જે ઉપરનાં ત્રણે પુણ્યક્ષેત્રની પ્રભુ-આજ્ઞા મુજબ સેવા કરતે હેય સેવા ન બની શકતી હોય તે પણ તે સેવાની ભાવનાને તે અખંડિતપણે સેવતો જ હોય. એજ કારણે એ પણ તમારું તારક ક્ષેત્ર છે. એથી જ તમારે કઈ પણ જાતના બદલાની આશા વિના, સાધમીને પિતાને પૂજ્ય માની, તેની પ્રેમપૂર્વક ભક્તિ કરવાની છે. કહેવાતા અધમની સામે મજબૂત બને : - તમારે કઈ સાથે સાથી, સાચો મિત્ર અગર સાચે સ્નેહી હોય તે તે સાધમી છે. આજે તે તમારો જીગરજાન દોસ્ત કે મિત્ર એ કોણ? નાટક સિનેમા સાથે જુએ તે, ચાહ સાથે પીએ તે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org