________________
૪૮ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
પણ પૂરી ભક્તિથી જમાડવાનું કદી લક્ષમાં લીધું છે ? નહિ જ, કારણ કે આવું તમારા લક્ષ્યમાં આવતું જ નથી. તમે તમારા મોજશેખ તરફ નજર કરો. બૂટ, મેજા, મેંમાં પાનના ડૂચા, સિગારેટના ધુમાડા, નાટક, સિનેમા, આ બધામાંથી ઉંચા આવે ત્યારે સાધમી યાદ આવેને? પૂર્વના શ્રીમંતે જ્યારે શ્રી જિનેશ્વરદેવના દર્શન માટે મંદિરે જવા નીકળતા, તે સમયે સંખ્યાબંધ યાચકો પ્રેમભર્યા હદયથી બિરદાવલી બેલતા બોલતા તે પુણ્યાત્માઓની રાહ જોતા અને તે પુણ્યાત્માઓથી તે સંતોષાતા. આ કારવાઈથી ધર્મની ખૂબ અનુમોદના થતી. મંદિરથી પાછા આવે ત્યારે પણ ધર્મની પ્રશંસા જ થાય. આજ તે શ્રીમંતેની મેટરની આગળ ભે–ભે અને પાછળની ગંધ તે એવી નીકળે કે જે તે વારંવાર ફેફસામાં જાય છે તેનાથી ધીમે ધીમે ક્ષય થાય. એ મેટરની ઝડપ એટલી બધી કે અકસ્માતની, કોઈને પીલાવાની-કચરાવાની પરવા નહિ. ધનાદના મદની પાછળ હૈયા વગરના બનેલાઓને ભાન નથી કે આયુષ્ય ક્ષણભંગુર છે. પાપ વનિથી જ ભરેલા કાનને અંત વખતે નવકાર પણ અસર નહિ કરે માટે જીવનની છેલ્લી ઘડી આવે તે પહેલાં સમજે. અર્થકામમાં જોડનારે તમારા ઉપકારી નથી. બીમારને પથ્થ ભાવે છે, તેમ સંસારના રેગથી પીડાતા આત્માઓને અર્થકામ મજાના લાગે છે. હું કહું છું કે ભલે મારી વાત તમને કડવી લાગે, પણ જો હું સાચે ચિકિ. ત્સક હેઉં ને તમારી નાડી મારા હાથમાં આવી હોય, તે તમારા રેગ દૂર કરવાને મારે તમને કડવામાં કડવા ઉકાળા, તમને ન ગમે તે પણ, પાવા જોઈએ. પછી એ પીતાં ભલે તમારા માથાના વાળ પણ ઉખડી જાય તેની પરવા નહિ. હું એ ઉખેડવા માગું છું. જેમ મા પિતાના પુત્રને પરાણે, મેટું ખેલી, વેલણ ઘાલી, છાતી ઉપર પગ મૂકી ઔષધ પાય, તેમ હું પણ, તમને કડવા ઉકાળા પાઈશ. અર્થ કામને કહેનારા મીઠા લાગશે, પણ એમાં લપટાયેલાનું ભવિષ્ય એકાંતે દુખમય છે. મારી ઈચ્છા તમારું ભવિષ્ય સુધારવાની છે. પશ્ય પાળવાનું કહેનાર વૈદ્ય ગુનેગાર નથી જ. આ જિંદગીમાં ધર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org