________________
સત્ય-અસત્યને વિવેક '
[ ૪૭ અપમાન કરે છે તેટલું અપમાન કેઈ સત્તાધીશનું કરે તે તમને ભારે પડી જાય શાસ્ત્રને ખોટું કહો છો, પણ જરા કઈ વેપારીના ચોપડાને બેટે કહી જુઓ – ખબર પડે. જે તારક છે એવા દેવ, ગુરુને શાસ્ત્ર સામે ચેડાં કાઢવાં, જરાયે વાણી પર અંકુશ નહિ રાખો, શાસ્ત્ર કહે છે કે – આવું માનવજીવન એ માનવરૂપે પશુ જીવનથી પણ વધુ ભયંકર છે. જ્યાં સુધી વિષયવિલાસની લાલસાએ તેડશે નહિ, આત્મામાં ભરાઈ રહેલી બેટી માન્યતાઓને નાશ કરશો નહિ, અર્થકામમાં જ રાચી–માચી રહેશે ને તે માટે અન્યાય, અનીતિ, પ્રપંચ, પાપ, હિંસા, આ બધુ કરતાં કંપશે નહિ, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના ધર્મને માટે તમે નાલાયક છે. દુઃખ લાગે તે ભલે લાગે. આ બધું તમારામાં ન હોય તે હું રાજી થાઉં, પણ હું જોઈ રહ્યો છું કે તમને પાપને ભય નથી. તમારાથી પાપને ત્યાગ ન બને તે તમે પાપના તજનારને માત્ર હાથ જોડો પણ પાપને સારું ન માને. સાધમ ભક્તિ શીખ :
સભામાંથી “આજના સાધુઓને શ્રાવકોની ચિંતા નથી.”
આમ કહેવું ખરે જ અજ્ઞાનતા છે. શ્રાવકોના શ્રાવકપણાની ચિંતા સાધુઓને ન હોય એ વાત જ અશક્ય છે. શ્રાવકો એટલે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરનારા, વ્રતધારી, દાન, શીલ, તપ અને ભાવના આરાધનારા, યાવત્ પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞામાં વર્તનારા હેય. તે વધે એમાં અમે નારાજ? ધર્મને જ સર્વસ્વ સમજનારા શ્રાવકો બધા ખલાસ થઈ જાય ને નવા ન થાય તે ઠીક, એ અમારી ઈચ્છા? મુંબઈમાં કે અન્યત્ર એક ધર્મને જ ઉપાદેય માનનારા શ્રાવક વધે તે અમને વધે? અમે એવા શ્રાવકોને ઘટાડનારા અને તમે બધા ખાઈને પેટ ઉપર હાથ ફેરવનારા તે એવા શ્રાવકોને વધારનારા એમ? ખાવા-પીવામાંથી, રંગરાગમાંથી અને અનીતિ આદિમાંથી ઊંચા આવે નહિ, એવા તમે, શ્રાવકોને વધારનારા સાચે જ પ્રભુમાર્ગને ઉપાસક એવા સુશ્રાવકોને તમે વધારવા જે ઈચ્છતા હો તે હું તમને પૂછું છું કે તમે પિતાની પાસે જ બેસાડી દરરોજ એક સાધમીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org