________________
પરલોકની ચિંતા
[ ૩૯ તેમની સેવા કરનારા સાધુઓના અંતરમાં આ જ વિચાર રહેલે છે અને એ વિચાર કલ્યાણકારી છે માટે એ પુણ્યાત્માઓ બીજાને પણ તેવા વિચાર આપવા પ્રયત્ન કરી રહેલ છે. આ ઉત્તમ પ્રયત્ન કરનારા પુણ્યપુરુષે ઉપર અરુચિ ન થાય, એ કારણે એ પાંચે પરમતારકને અને તેમાંય સૌથી પ્રથમ મૂલ ઉપકારી શ્રી જિનેશ્વરદેવને ઓળખવાના છે.
શ્રી ગજસુકુમાલના સસરાના ગુસ્સાની હદ એટલી બધી વધી ગયેલી છે કે તે આજ ને આજ કારમી રીતિએ પ્રાણ લેનાર છે તે જાણતાં છતાં ભગવાન આજ્ઞા આપે છે. એક સુકોમળી આત્માને જાણી જોઈને આફતમાં મૂકે છે, એવું ઉપલકદષ્ટિએ જોનારને લાગે. કષાયથી તપેલે સસરે બહારના અગ્નિથી સળગાવી ભયંકર આફતમાં મૂકવાનું છે, છતાં પ્રભુ આજ્ઞા આપે છે, એ શાથી? કહેવું જ પડશે કે ભવિષ્યમાં ભલું છે એથી. આથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના અનુયાયીઓને, તે તારકને માનનારાઓને, આ લોકના દુ:ખની ચિંતા કરતાં પહેલેકની વિશેષ કિંમત હોય છે. તમે પણ પૈસા શા માટે કમાઓ છો ? સુખને માટે પૈસા કમાતી વખતે આપત્તિ સ્વીકારોને? હા. તે પછી એ સહેલાઈથી સમજાય તેમ છે કે તમારી આંખે અહીં પહોંચે તેથી તમે અહીં રમે અને મહાપુરુષની લાંબી દષ્ટિ તેથી તે તારકે પરલકને જુએ. શ્રી જિનેશ્વરદેવેએ કહેલું તે શાને માટે ? ભવિષ્યમાં સુખી થાઓ તે માટે. ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ પણ થાય, દુઃખ પણ થાય, ગમતું હોય તે મૂકવું પણ પડે. ચેમ્બુ દીવા જેવું દેખાય છે કે જ્ઞાની પુરુષેએ મુખ્યતયા એક જ ચિંતા કરી કે “જેને મનુષ્યભવ બધી સામગ્રીએ સહિત મળે છે તેને પરલેક કેમ સુધરી જાય.” અને એ માટે જ મનુષ્યપણાને સફળ કરાવવા તે તારકોએ ત્રણ કાર્યો યોજયાં. એ ત્રણ કાર્યોની યેજના કરીને એ અનંત ઉપકારીઓએ ફરમાવ્યું કે મનુષ્યપણું સફળ કરવું હોય તો શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રશ્રદ્ધા અને શાસ્ત્રાનુસાર વર્તન કરવું જોઈએ, એકલું, તે ધ્યેય વિનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org