________________
સત્યના ઉપાસક બને
તારકને ઓળખઃ
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ફરમાવે છે કે “દુનિયામાં સઘળી ચીજોની પ્રાપ્તિ સહેલી છે, પરંતુ મેક્ષસાધક ધર્મસામગ્રીસંપન્ન માનવજીવન મળવું બહુ મુશ્કેલ છે.” એ માનવજીવન સઘળી મક્ષસાધક ધર્મ સામગ્રીઓ સહિત મળી જાય, ને પછી જે વસ્તુને આરાધવાની છે તે ન આરાધાય, તે મળેલી ઉત્તમ સામગ્રીઓની કિંમત આપણે ન સમજી શકયા એમ કહેવાય. અને જે આળસ–પ્રમાદમાં એ સામગ્રી ગુમાવી દીધી તે પાછળથી આપણે જ પસ્તાવું પડે. આપણું માટે એવે સમય ન આવે તે માટે જ આ બધી સામગ્રીઓને આપણે કયી રીતિએ સદુપયોગ કરી લેવું જોઈએ તેના માટે મહાપુરુષોએ ત્રણ વસ્તુઓ બતાવી છે. તે ત્રણ વસ્તુ વિના, આર્યદેશ, આર્યજાતિ આર્યકુળ, તેમાં પણ ધર્મની સામગ્રીથી સહિત જે બધું મળ્યું છે, તે સફળ નહિ થાય પણ નિષ્ફળ નીવડશે, એટલું જ નહિ પણ કદાચ હાનિર્ધા ય નીવડી જાય તેમ ન થાય તે માટે અનન્ત ઉપકારી જ્ઞાનીમહાત્માઓએ ત્રણ વસ્તુઓ ચીધી છે. એક શાસ્ત્રશ્રવણ, બીજી શાસ્ત્ર શ્રદ્ધા અને ત્રીજી શાસ્ત્રાનુસારી પણ સંયમમાં વીર્યને ફેરવવું તે. હવે વિચારે કે “શાસ્ત્રનું શ્રવણ રુચે ક્યારે? અને અનુપમ ધર્મ શાસ્ત્રને રસપૂર્વક સાંભળવાની ભાવના ક્યારે થાય ? ” વિચારશે તે સહેલાઈથી સમજશે કે તેના કહેનાર, તેના રચનાર, તેને સાચવીને ટકાવી રાખનાર તથા તેને સમજાવનારની ઓળખાણ થાય ત્યારે જ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org