________________
સત્યના ઉપાસક બને
[ ૨૫
તે સંયોગોમાં પણ એ દુઃખી નહિ થાય બાકી કેડેના વારસાથી કે પાંચપચીસ કંપનીઓથી, એ સુખી નહિ થાય. આત્મા સુખી કયારે થાય? બીમારી વખતે શાંતિ કોણ આપે? પાંચ ડિગ્રી તાવ આવ્યો હોય ત્યારે તિજોરીને કોહીનુર હીરા શાંતિ આપે ખરા? વહાલામાં વહાલી રમણી આવીને નાચ કરે તે ગમે? ના, તે “શાંતિ કેણ આપે?” એ જાણે. પ્રાણાંત કષ્ટ વખતે પણ મહાપુરુષની એની એ જ પ્રસન્નતા, એ શાને વેગે, તે જાણે છે ? જે ન જાણતા હે તે, દુનિયાના સઘળા પદાર્થો હાથ ખંખેરે ત્યારે જે શાંતિ આપે તે વસ્તુને જાણે અને મેળવે. તે વખતે છેલ્લે છેલ્લે કાનમાં શું કહે છે? “નમો અરિહં. તાણું.” શું ? “નમે અરિહંતાણું.” ગળું બંધ થાય ત્યારે “નમે અરિહંતાણું.” આ બધી મોટી સાહ્યબીના સ્વામી માટે પણ તે સમયે નમે અરિહંતાણં' સિવાય બીજું કાંઈ જ નહિ? તે અંતે પણ જેને શરણ વિના છૂટકે નથી, તેની આખા જીવનમાં અવગણના કરે, એ તે આદમી કે પશુ? જે ચીજ છેલ્લે કામ ન આવે તેની પાછળ જિંદગી ગુમાવે અને છેલ્લે જેનું શરણું છે તેને જીવનમાં સ્મરે પણ નહિ, તેનું ભલું કેમ થાય? આ બધું તમારી આંખોએ સ્પષ્ટ દેખાય તેવું છે, છતાં તમને સમજાવતાં આટલી મુશ્કેલી પડે છે તેનું કાંઈ કારણ? તમે દુરાગ્રહી બન્યા એ, કે તમે સમજવા નથી માગતા એ ? દુરાગ્રહી મટીને સમજવા માંગે તે સહજમાં સમજી શકે તેમ છે કે સઘળું સત્ય સમજવા માટે શાસ્ત્ર વિના છૂટકો નથી. અંધકારમાં દીવાની જેટલી જરૂર છે તેના કરતાં પણ અધિક જરૂરી શાસ્ત્ર છે. એ શાસ્ત્રને સમજપૂર્વક નહિ સ્વીકારવાથી હજી તમને શ્રી અરિહંતની સાચી ઓળખ થઈ નથી. તે પરમતારકને જે રીતે સમજવા જોઈએ તે રીતે તમે સમજી શકતા નથી. સમ્યકત્વ એ જ વિશિષ્ટ જૈનત્વ :
આ વીશીના વશમા અને વર્તમાન શાસનના અધિપતિ ભગવાન શ્રી મહાવીરદેવને ભવ કેટલા? ૧૭. માત્ર ર૭ જ, કારણ કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org