________________
૨૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ સ્વરૂપે પ્રાપ્ત કર્યું, તેનું કહેલું તે બધું એ સાચું અને જરાએ શંકા વિનાનું, આ માન્યતા એનું નામ આસ્તિક્ય. આ પહેલું લક્ષણ તે સમ્યગુદષ્ટિમાં હોવું જ જોઈએ. આ ન હોય તે બધું નકામું.
૨. અનુકંપા : દ્રવ્ય અનુકંપા ને ભાવાનુકંપા. દ્રવ્યાનુકંપા કરે ત્યાંયે ભાવાનુકંપાને ઝરે વહે. ભાવાનુકંપા એટલે સામાને ધર્મહીન દેખી દયા આવે, અને તેને માર્ગમાં લાવવાનો પ્રયત્ન કરે.
૩ નિર્વેદઃ આ જરા ભારે પડશે. પહેલા બેમાં તે તમને હા કહેતાં વાંધો નહિ, પણ આમાં ગભરામણ ખરી. નિર્વેદ એટલે શું ? હું નહિ બોલું. તમે બેલે. બેલ્યા વિના છૂટકો નથી. લે, આ એક ભાઈ કહે છે કે “સુખરૂપ સંસારને પણ કેદખાનું માની તેનાથી છૂટવાની ઇચ્છા તે નિવેદ' સમ્યગૃષ્ટિ આત્મા સુખરૂપ સંસારને પણ કારાગાર માને, સંસારથી નીકળવાની ભાવના ધરાવે. આ ભાવનાવાળાને બંગલા કેવા લાગે ? અંધારી કેટલી જેવા; અને જગતની રમકઝમક પણ એ આત્માને સળગતી આગ જેવી લાગે. વૈરાગ્ય એટલે સુખમાં પથરા?
એવી અફવાઓ મારે કાને આવે છે કે “મહારાજ વારંવાર વૈરાગ્ય શું કામ કહે છે? વૈરાગ્ય વિના શાસ્ત્ર સંભળાવે તે ગમે. વૈરાગ્યની વાતે લાવી અમારા સુખમાં સાધુઓ પથરી નાખે છે. તમે જાણે છે કે “આ વીસમી સદીમાં નવી નવી જનાઓ બહાર પડે છે, વાંચનમાળાની નવી જનાઓ નીકળે છે. એના જકે શું કહે છે, એ જાણે છે ? એ કહે છે કે “ધર્મકથાઓ તે અનુપમ છે, સંસારપગી છે, પણ પેલા મહાવીરની આજ્ઞાની પૂંઠે ચાલનારા પૂર્વાચાર્યોએ વૈરાગ્ય એટલે ઠલવ્યે, એટલે તે ઠલ કે પપદે વૈરાગ્ય ભર્યો છે. તેથી એ અમૃતમય કથાઓ ઝેરમય બની છે, પણ કેઈ ઉપકારી એ કથાઓને અમૃતમય બનાવવા માટે પેલાં વૈરાગ્યનાં ઝરણું બંધ કરે, કાઢી નાખે, તે એ કથાએ સુખનું સાધન બને.” જઈ આ પેજના ? કથાઓ સારી, લખનાર સારા, પણ દુર્ગુણ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org