________________
૨૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ તે પહેલાંના ભવની ગણના નહિ. સત્તાવીસની જ કેમ ગણના ? શ્રી નયસારના ભવથી જ ગણના શા માટે? આને ઉત્તર એ જ છે કે ભગવાન શ્રી મહાવીરદેવનો આત્મા શ્રી નયસારના ભાવમાં સમકિત પામ્ય માટે. શ્રી તીર્થંકરદેવના ભવની ગણના પણ સમકિત પામ્યા પછીને ? આ બધું શું કામ પૂછું છું ? “તમે સાંભળવા કેમ આવે છે ?” આ પ્રશ્નના ઉત્તર માટે. એ ઉત્તર તમારી પાસે જ બોલાવવા ઈચ્છું છું. સાંભળીને ગયા પછી અણસમજથી અનંતજ્ઞાનીઓની પણ આશાતના થાય એવું વાંકું બેલે તેવી રીતે અહીંથી તમને મેકલવા હું નથી ઈચ્છતે. દુરાગ્રહી માટે તે મહામહે પાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ કહે છે કે–એને માટે ઉપદેશને પ્રયત્ન તે કૂતરી પર કસ્તુરીને લેપ કરવા બરાબર છે. કસ્તુરીને ધૂળમાં રગદોળે ત્યારે જ એને ચેન પડે. દુરાગ્રહીને કહો કે બીજાએ નહિ પણ તારા બાપે આમ કહ્યું છે, તે એ કહેશે કે મારા બાપની બુદ્ધિ ફરી ગઈ હશે ! આ દુરાગ્રહીને ગુણ! દુર્ગુણ કે ગુણ? દુરાગ્રહીએ માનેલે ગુણ, પણ વસ્તુતઃ દુર્ગણ. એ દુર્ગુણના પ્રતાપે એ કહે કે “શ્રી મહાવીરદેવ ખરા, સર્વજ્ઞ ખરા, માથાના માલિક ખરા, પણ...પણ શું ? ૨૪૦૦ વર્ષ પહેલાં થએલા. આજે એનું વચન કામ લાગે નહિ” જેમ આજે દુનિયાના દુરગ્રહીઓ પણ કહે છે કે “પંચ કહે તે માબાપ પણ મારી ખીલી તે અહીં જ, તે કંઈ ફરે કરે નહિ.” વિચારે કે “પિતાની ખીલી ટકાવનાર, પંચને માબાપ શું કામ કહે છે ?” કહેવું જ પડશે કે પંચનું અપમાન કરવાની તાકાત નથી માટે, પણ જે સત્તા હતા તે એ પંચને પણ લાત મારત. તેમજ પેલા દુરાગ્રહીઓ પણ ભગવાન શ્રી મહાવીરદેવને દેવ શું કામ કહે છે? સર્વસ શું કામ કહે છે? એ જાણે છે? ન જાણતા હો તે જાણે કે એ જે એમ ન કહે તો એને સાંભળે પણ કોણ?” આથી સ્પષ્ટ છે કે ભગવાન શ્રી મહાવીરદેવને એ સર્વજ્ઞ કહે છે તે કાંઈ હૃદયથી કહે છે એમ નથી; કારણ કે જે ભગવાન શ્રી મહાવીરદેવને સર્વજ્ઞ માને તે એમ કહે કે તેની વાત આજે ઉપયેગી નથી? નહિ જ. આથી નિશ્ચિત થઈ જાઓ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org