________________
સત્યના ઉપાસક બને
[ ૨૩ હિસાબ કરતી વખતે, આડતિયાની સાથે હિસાબ સમજતી વખતે, લેણું કે દેણું શાના આધારે કહેશે ? ચેપડાના. પણ ચેપડા આઘા મૂકે એમ સામો કહે તે ચાલે ? ન ચાલે. ત્યારે આપણા બે વચ્ચે શું ? શાસ્ત્ર. એને આવું મુકાય ? અમારે આપવું, ને તમારે લેવું શા માટે, તે નકકી કરે. કઈ બુદ્ધિએ, શું સમજી, ક્યા લાભને ઈરાદે તમે સાંભળવા આવે છે, તે કહે. અમે ઘરબાર વિનાના અને તમે બધા ઘરબારી. અમે પણ જમ્યા ત્યારે તે અમારે પણ ઘરબાર હતું. અમે તે મૂકયું, અને તમે મજબૂત રીતે પકડીને બેઠા છે. અમે મૂક્યું, તેમાં ભૂલ કરી છે કે તમે પકડી રાખવામાં ભૂલ કરી છે તે કહે. ભૂલેલાને સુધારવા એ ઉપકારીનું કામ છે. અમે ભૂલ્યા હોઈ એ તે અમને સુધારે અને તમે ભૂલ્યા છે તે તમે સુધરે. કાં તે સમજે અગર સમજાવે, પણ બે વચ્ચેની દીવાલ તોડે. એ દીવાલ છે ત્યાં સુધી ખૂણેખૂણે કેલાહલ ચાલે છે ને ચાલુ રહેવાના. બે ધ્વનિ સનાતનકાળથી ચાલે છે અને ચાલુ રહેવાના. આપણે પોતે ઊંધે માગે ન જઈએ કે જેથી ભારદરિયે આ મનુષ્યજીવનરૂપ સ્ટીમર ભવરૂપ દરિયામાં ડૂબી જાય. જીવન એવું છે કે તે તારે પણ અને ડુબાડે પણ. તરવું કે ડૂબવું તે નકકી કરે. શાસ્ત્ર તારનાર કે ડુબાડનાર ? કહેવું જ પડશે કે સીધે ઉપયોગ કરે તેને માટે તારનાર અને ઊંધ ઉપગ કરે તેને ડુબાડનાર. એ જ રીતે વિચારે કે શાસ્ત્ર રક્ષણ કેનું કરે ? એને ઉત્તર પણ એ જ છે કે “એના શાસનને જે સહન કરે તેનું ” પહેલાં એ શાસન કરે, એને માટે તેનું એ રક્ષણ કરે. શાસનને માનવું નથી ને રક્ષણ ઈચ્છવું છે? નેકરી વિના પગાર? એ કેવી વાત ! તમે એમ ન માનતા કે તમારી નામના કે સાહ્યબી તમને બે દિવસ વધુ ટકાવશે. ચકવતી પણ ચાલ્યા ગયા છે. જીવન નાનું છે, ઘણું ટૂંકું છે, ક્ષણભંગુર છે, જતાં વાર નહિ લાગે, માટે વિચારમાં નિયત થાઓ. જીવનનું ધ્યેય નક્કી કરે કે જેથી કૂચ સુંદર, સરલ અને સીધી થાય. મરતાં સુધી શંકિત ન રહો. ઘડીમાં અહીં ને ઘડીમાં તહીં ખૂકનારા ન થાઓ. એક નિશાન નક્કી કરે, તારકને સમજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org