________________
સત્યના ઉપાસક અનેા
[ ૨૧
શાસ્ત્રને રસપૂર્વક સાંભળવાની ભાવના પણ જાગે અને શાસ્ત્રનુ શ્રવણુ યથાસ્થિત રુચે. આ થશે તેા તમારા જીવનથી જૈનત્વ દ્રીપશે. જૈનપણાને દીપાવા :
'
જૈનપણાને દીપાવવું હાય, ખીજા ચેાગ્ય થવા ઉપર તમારા જૈનપણાની છાપ પાડવી હોય તે તમારામાં કઈ જાતિના સૌંસ્કાર, કઈ જાતિના વિચાર અને કઈ જાતિની પ્રવૃત્તિ હાવી જોઈએ ?' આ વાત ખૂબ વિચારો. દુનિયાની બધી વસ્તુએ આપણી પાસે આવી જાય તેથી આપણે જૈન થઈ જવાના નથી. જૈન તરીકે શુ શુ કરવુ જોઇએ, તેના વિચાર કરવા જોઈ એ. આપણે જે અનન્તઉપકારી શ્રી જિનેધરદેવના અનુયાયી છીએ, તે શ્રી જિનેશ્વરદેવા કેવા હતા ? તેમણે શ્રી જિનેશ્વર બનવા માટે શું શું કર્યું? તે બધી વાત આપણને ભગવાન શ્રી મહાવીરદેવનુ જીવન પૂરી પાડે છે. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ તે હદે પહોંચવા માટે કઈ પ્રવૃત્તિ કરી તે આપણી જાણુ બહાર નથી. આવા તારકની આજ્ઞા એ જ ધ.’ આ વિચાર એ જ ખરુ જૈનત્વ છે. જ્યાં સુધી એ વિચાર સ્થિર નહિ થાય ત્યાં સુધી એના અનુયાયી તરીકે જીવવુ મુશ્કેલ છે. અરે! મનુષ્યપણે જીવવું મુશ્કેલ છે તે જૈન તરીકે જીવવુ મુશ્કેલ હેાય તેમાં શી નવાઈ ? દુનિયાના લેાભી, માની, કામી, રાગી, વિષયાંધા, શું મનુષ્ય તરીકે જીવે છે? મનુષ્ય તરીકે જીવવા માટે પણ લાભાંધણ, વિષયાંપણું વગેરે તજવા જેવુ છે. જૈન તરીકે જીવવા માટે તે એથીએ આગળ વધવુ પડશે, નારકી અને દેવતાને બાજુ પર મૂકે, પણ પશુઓ તે। તમારી સામે મેાજુદ છે. પશુ કરતાં મનુષ્ય ઊંચા હેાવાનું કારણ શું? એ પણ પેટ ભરે, હરે ફરે, ગમે તે રીતે તે, તેવી રીતે મનુષ્ય કરે તે એમાં તફાવત શું ? બધાથી ઉંચા થવાનુ ઝટ ગમે છે, પણ તેવી કારવાઈની વાત કોઈ કરે તે મુશ્કેલ લાગે છે. જૈન બનવું હશે તા અત્યાર સુધીના સઘળા (વચારને જડમૂળથી બદલવા પડશે. જૈનેતર ને જૈનનાં શરીર, આકૃતિ અને પાંચ ઇંદ્રિયામાં શું તફાવત છે ? જાતિ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org