________________
૧૪]
જીવન-સાફલ્ય દર્શન-૧ જે કહેવું છે તેની જાહેરાત
સાહ્યબીને મઝાથી ભગવીશું તેમ તેમ સુખની વૃદ્ધિ થશે – એવું બતાવે તે કાલથી ભેગવવાની છૂટ આપીશું, કારણ કે તમારા સુખના માર્ગમાં અમને વિકર થવાની આજ્ઞા નથી પણ સહાયક થવાની આજ્ઞા છે : પણ એ તે કહે કે “તમારી મેટર તમને ઠેઠ મેક્ષ સુધી મૂકી આવશે કે ? ૬૦-૮૦ માઈલની ઝડપવાળી રે , એરેગ્નેને ત્યાં મૂકી આવશે?” અજ્ઞાન આદિના વેગે આવું માની લેવાની ભૂલ ન કરતા. બાકી “સાધુઓને તે ધીમે ધીમે સુરતથી મુંબઈ આવતાં ત્રણ મહિના વીતી જાય. તેઓને ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ. તેમજ પાસે પૈસા વગેરે કાંઈ નહિ. આથી તેઓ મુક્તિએ નહિ પહોંચી શકવાના પણ અહીં જ રહી જવાના.” – આ પ્રમાણે જે તમને લાગતું હોય અને ખરેખર જે અમે ભૂલ્યા જ હોઈએ, તે બુદ્ધિના ખજાનાઓ ! અમને તમારી વાત સમજાવે છે અને અમારે રસ્તે જ જે યંગ્ય લાગે તે તમે તમારે રસ્તે સુધારે. મારે જે કહેવું છે તેની હું આ જાહેરાત આપી રહ્યો છું. તમને મારું આહ્વાન છે કે “તમારી સઘળી બુદ્ધિ બતાવે અને તમારી સાહ્યબીઓ આત્માને સુખ આપનારી છે એમ સાબિત કરે.” એમ થાય તે અમે પણ તમારી પૂંઠે ચાલવા તૈયાર છીએ. બાકી હું તે સાફ સાફ કહું છું કે “આ બધું ભયરૂપ છે, કારણ કે અનંતજ્ઞાનીઓએ એમ જ ફરમાવ્યું છે. આમ છતાં પણ બેટી તરંગી વાતને, તમારાં પાપોને, ભગવાન શ્રી મહાવીરપરમાત્માને નામે ચલાવે, તે તેના જેવી ઉઠાવગીરી કઈ છે?” સર્વજ્ઞના કાયદામાં ખામી નથી :
શાસ્ત્રોએ ઉન્માર્ગે ચઢેલા પૂર્વધરોની પણ કિંમત નથી આંકી. સમર્થ હે તે આજ્ઞાને શરણે થાઓ, મૂંડી નમાવે અને મન-વચનકાયાને અનંત ઉપકારીઓના ચરણમાં સમપી દે. દુનિયાના ધારાશાસ્ત્રીઓ બૂમ પાડે પણ શાને આધારે ? કાયદાના. પોઈન્ટ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org