________________
અવસરનઃ—આ ગાથામાં મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકારનું સ્વરૂપ કહેવાય છે—
पंचहि वि इंदिएहिं मणसा अत्थोग्गहो मुणेयव्वो । चक्खिदियमणरहियं वंजणमीहाइयं छद्धा ॥ ६२ ॥
ગાયાર્થ—પાંચ ઇન્દ્રિય અને મન એ છ વડે અર્થાવગ્રહ થાય છે. એમ જાણવું, અને એ છમાંથી ચક્ષુઇન્દ્રિય તથા મન એ એ રહિત વ્યંજનાવગ્રહ જાણવા, તથા ઈહા વગેરે તા અર્થાવગ્રહવત્ છ છ પ્રકારના છે. ૬૨ા
માવાર્થ—જેનાવડે અપાય ન્યતે પ્રગટ કરાય તે Żનન એટલે ઉપકરણેન્દ્રિય અને ઘટાદિ પદાથ એએને પરસ્પર સ્પર્શ રૂપમાત્ર સબધ જે અગ્રહણ પૂર્વે પ્રારભમાંજ થાય છે તે વ્યંજન, અહિં વ્યંજન શબ્દના ઉપકરણેન્દ્રિય, ઘટાદિ પદાથ, અને પ્રથમ સબંધ એ ત્રણ અર્થ થયા, જેથી વ્યંજના (ઉપકરણેન્દ્રિયના) વ્યંજન સાથે ઘટાદ પાથ' સાથે સબંધ થતાં જે પદા ગ્રહણ-પ્રથમ આધ થાય તે વ્યંજનવ્યંજનાવગ્રહ કહેવાય, પરન્તુ એ એ સમાન પદ્મામાંથી વ્યંજન પદના લીપ થતાં બનાવત શબ્દ થાય છે. “આ કંઈક છે” એ પ્રકારના અતિ અસ્પષ્ટ એપથી પણ પહેલાંના અત્યંત અસ્પષ્ટ બેષ આ વ્યંજનાવગ્રહમાં હાય છે. એ વ્યંજનાવગ્રહ ચક્ષુ સિવાયની ૪ ઇન્દ્રિયાથી ચાર પ્રકારના છે, અને મનરહિત છે. કારણ કે ચક્ષુ અને મનને જે એધ થાય છે તે પાતાને અસ્પૃષ્ટ (નહિં સ્પર્શેલા) પદાના થાય છે. તેમાં પણ ચક્ષુ તે સ્પશે'લા પદાર્થને ખીલકુલ જોઈ શકતી નથી, અને મનથી જે પદાર્થ વિચારાય છે તે પદાર્થ પણ મનને સ્પર્શેલા હાવાજ જોઈએ એમ નથી માટે ચક્ષુ અને મનં એએ અપ્રાપ્યકારી છે [=અપ્રાસ અસ્પૃષ્ટ પદાર્થના ગ્રાહક છે]. અને ચાર ઇન્દ્રિય પૃષ્ટ પદાર્થની ગ્રાહક હાવાથી પ્રાપ્યકારી છે. અને વ્યંજનાવગ્રહ તા ઇન્દ્રિય સાથે જોડાયેલા વિષયનેજ ગ્રહણ કરતા હોવાથી મન અને સક્ષરહિત શેષ ચાર ઈન્દ્રિયભેદથી ૪. પ્રકારના છે.