________________
હોય. આ ગ્રંથકર્તાએ પ્રથવિસ્તારના ભયથી પાંચે આદેશ ન કહેતાં ગાથામાં એક ચેાથેજ આદેશ કહ્યો છે.
તથા પુરુષવેને કાળ નિરન્તરપણે શતપૃથક્ત્વ સાગર।પમ છે. અને જઘન્યથી અન્તમુહૂર્ત છે, ત્યારબાદ અવેક થાય અથવા અન્યવેદ પામે, સ્ત્રીવેદના જઘન્યકાળવત્ ૧ સમય નથી, કારણ કે ઉપશાંત માહેથી પડી સમય માત્ર પુરૂષવેદને અનુભવી મરણુ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પણ પુરૂષવેદજ પામે છે, માટે પુરૂષવેદિમાં અન્ત જીવીને ત્યારબાદ મરણ પામી અન્ય વેદમાં ઉત્પન્ન થાય તે જઘન્યકાળ અન્તમુ હાય છે.
તથા નવુંલા વેદની સ્થિતિ ગ્રંથકર્તાએ કહી નથી તેપણ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા અસંખ્યાત પુદ્ગલપરાવત પ્રમાણ છે. એ ઉત્કૃષ્ટ કાળ એકેન્દ્રિયનો કાયસ્થિતિને અનુસરીને હોય છે, ત્રણ વેદને સથા ઉપશમાવી ત્યાંથી પડતાં પુનઃ નપુંસકવેદને એક સમયમાત્ર અનુભવી કાળ કરે તે। અનુત્તરદેવમાં પુરૂષવેદપણે ઉપજે છે એ રીતે જઘન્યસ્થિતિ ૧ સમય છે.
તથા સંજ્ઞીપણું જધન્યથી અન્તમુહૂર્ત ને ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શતપૃથકત્વ સુધી હોય છે તે પુરૂષવેદવત્ વિચારવું, અને અસંજ્ઞીપણું જઘન્યથી અન્તર્મુહૂત્ત' તથા ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયેા જેટલા અસખ્ય પુદ્ગલપરાવત પ્રમાણુ તે નપુંસકવેઢવત્ વિચારવું, એ રીતે ત્રણ વેદના સતતકાળ તથા સન્ની અસંજ્ઞીના સતતકાળ કહ્યો. ર૩૦ના અવસરઃ— આ ગાથામાં યોગ અને ઉપયોગના સતતકાળ કહેવાય છે—
अंतमुहुचं तु परा, जोगुवओगा कसाय लेसा य । सुरतारएसुय पुणो, भवट्ठिई होइ लेसाणं ॥२३१॥ ગાથાર્થ:—મેગાપયોગ કષાય અને લેશ્યાઓની ઉત્કૃષ્ટસ્થિતિ અન્તમુહૂત્ત' છે, પરન્તુ દેવનારકમાં લેસ્યાઓની સ્થિતિ ભવ સ્થિતિ તુલ્ય છે. ર૩૧।