________________
એક રીતે વિચારતાં ૧૦૮ થી અધિક જ સમકાળે સિદ્ધ નજ જ થાય. આ અભિપ્રાય ગ્રંથકતને સિદ્ધાન્તાદિકને અનુસરતાજ | છે, એ સિવાય બીજી કોઈ આચાર્યને અભિપ્રાય નિરન્તરસિદ્ધિની બાબતમાં કંઈક જુદા પ્રકાર છે તે મતાન્તર આ પ્રમાણે- જે આઠ સમય સુધી નિરન્તર ચાલુ રહે તે પ્રથમ સમયે જઘન્યથી ૧ ઉત્કૃષ્ટથી ૩૨ જેટલા સિદ્ધ થાય, બીજે સમયે જઘન્યથી ૧ ને ઉત્કૃષ્ટથી ૪૮ સિદ્ધ થાય, ત્રીજે સમયે જઘન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય, એ સમયે જધન્ય ૧ ને ઉત્કૃષ્ટ
૭૨ સિદ્ધ થાય, પાંચમા સમયે જઘન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય. છઠ્ઠા સમયે જઘન્ય ૧ને ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય, સાતમા શll સમયે જધન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય, અને આઠમા સમયે જઘન્ય ૧-૨ ને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય, ત્યારબાદ નવમાં
સમયે અવશ્ય રમન્તર ૫ડે. આ મતાન્તર સિદ્ધાન્તની સાથે સંબંધ બેસતું નથી, કારણ કે શ્રી પ્રજ્ઞાપના આદિ સિદ્ધાન્તમાં પૂર્વોક્ત ગ્રંથકર્તાને કહેલ અભિપ્રાય મળતો આવે છે, માટે આ બીજા અભિપ્રાયને અસાર ગણવામાં આવે છે.
એ પ્રમાણે નિરન્તર સિદ્ધિની સંખ્યા અને સમયની પ્રરૂપણ કરી ૨૪૮
# જે નિરન્તર સિદ્ધિ એ પ્રમાણે હોય તો પહેલે સમયે ૧ ને બીજે સમયે ૧૦૮ જીવો તે મેણે નજ જઈ શકે? ઉત્તર-ના. એમ ન બને, કારણકે એ બે સમયની સિદ્ધિ હોવાથી પહેલા સમયે જે ૧ મેક્ષે જાય તે બીજે સમયે ૧૦૨ મેક્ષે જાય, પરંતુ ૧૦૭ થી ૧૦૮માંની કોઈપણ સંખ્યા માણે નજાય. પુનઃ નિરન્તર સિદ્ધિમાં જે ૧ થી ૩૨, ૩૩ થી ૪૮ ઇત્યાદિ જે ગ્રંથાભિપ્રાય કલ્યો તે સંખ્યાની મુખ્યતાએ નિરન્તર સમયસિદ્ધિ કહી છે, અને પ્રકારાન્તરે બીજો વિચાર દર્શાવ્યા તે નિરતર સમયસિદ્ધિની મુખ્યતાએ સંખ્યા પ્રકાર દર્શાવ્યો છે. જેથી સમયની નિરન્તર સિદિમાં પહેલા સમયે ૯૭ સિદ્ધ થવા જોઈએ એવો એકાન્ત નિયમ નહિં, પરંતુ જે ૯૭ સિદ્ધ થાય તે નિરન્તર બે સમય સુધી જ. એ રીતે વિચારવું. ,