Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 383
________________ જાથા–દ્વવ્યાર્થિક નયની અપેક્ષાએ ધમ્માસ્તિકાય અધમ્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ ચેડા છે અને પરસ્પર તુલ્ય છે. તેનાથી પુદગલવ્ય અનતગુણ છે, અને તેનાથી સમયે-કાળ અનન્તગુણ છે. માવા–દ્રવ્યરૂપ અર્થ–'દ્રવ્ય એજ અર્થ તે દ્રવ્યાથ. તેનું સ્વરૂપ તે દ્રથાર્થતા. એટલે કે દ્રવ્યસ્વરૂપે વિચારીએ તે ધમસ્તિકાય અધમ્મસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય સંખ્યામાં એક એક હોવાથી હવે કહેશે તે દ્રશ્યથી અ૯૫ છે, અને પરસ્પર તુલ્ય છે. તેનાથી પરમાણુ હયણુક ચણુક યાવત્ અનંત પરમાણુ સુધીના સ્કંધરૂપ પુગલદ્રવ્ય અનંતગુણ છે. તેનાથી પણ જેના એકના બે ભાગ ન થઈ શકે તેવા કાલના અંશરૂપ સમયે અનંતગણુ છે. પૂર્વોક્ત પુદગલ દ્રવ્યમાં એકેક પરમાણું દળે તેમજ દ્વિદેશાદિ સ્કર્ધ ભિન્ન ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના સંગે અનન્તસમયે ભૂતકાળમાં અનુભવ્યા છે, તેમજ ભિન્ન ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના વેગે અનન્ત સમયે ભવિષ્યકાળમાં અનુભવશે. તાત્પર્ય એ કે ભિન્ન ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ ૧ દ્રવ્યાર્થિક અને પર્યાપાર્ષિક એમ નયના બે પ્રકાર છે. તેમાં દ્રવ્યની મુખ્યતાએ જ્યાં વિચાર કરવામાં આવતું હોય તે દ્રવ્યાર્થિકનય, અને પર્યાયની મુખ્યતાએ જેમાં વિચાર કરવામાં આવતું હોય તે પર્યાયાર્થિકનય, દ્રવ્ય એટલે મૂળ વસ્તુ, અને પર્યાય એટલે મુળ વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા જેમ જીવ એ મૂળ વસ્તુ હોવાથી દ્રવ્ય છે, અને તેની યુવાન વૃદ્ધ નારક તિર્યંચ આદિ જે અવસ્થાએ છે તે પર્યાય છે. જેને મૂળ દ્રવ્યને નાશ માનતા નથી, પર્યાને નાશ માને છે, પૂર્વ પર્યાય નષ્ટ થાય છે. ઉત્તર પયય ઉત્પન્ન થાય છે અને મૂળ વસ્તુ પિતાના સ્વરૂપે કાયમ રહે છે. નીચે ટીકામાં નિરવ વિનાશ શબ્દ આવે છે તેનો અર્થ એ છે કે-જેમાં દ્રવ્યને સંબંધ ન હોય એટલે કે જે દ્રવ્ય નાશ પામે છે. તેને હવે પછી ઉત્પન્ન થનાર દ્રવ્ય સાથે સંબંધ ન હોય તે નિરવ વિનાશ કહેવાય છે, આ વિનાશ જ માનતા નથી. જેને તે માત્ર પર્યાયને નાશ માનતા હોવાથી દ્રવ્યની સાથે સંબંધ રહે છે. જેમ એક મનુષ્ય યુવાન હતે પછી વૃદ્ધ થાય તેમાં યુવાવસ્થાનો નાશ અને વૃદ્ધાવસ્થાની ઉત્પતિ થાય છે પરંતુ તે મનુષ્ય તે છે જ, મનુષ્ય-આત્માને કંઇ નાશ થતો નથી. એટલે પૂવને પછીની સાથે સંબંધ રહે છે. nnnnnn

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394