________________
ગુણના વિકૃતિગુણા છે, મૂળગુણ તે કેવળજ્ઞાનજ દે, તેથી મેઘાચ્છાદિત સૂર્યની કિંચિત્ પ્રભા જેમ મેઘ દૂર થયે નષ્ટ થઈ સૂર્યના સંપૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે, તેમ ક્રિચિત્ પ્રભા સરખા મતિજ્ઞાનાદિ ગુહ્યે! કેવલજ્ઞાનાવરણના ક્ષય સાથે નષ્ટ થાય છે, ને કેવળજ્ઞાન રૂપ મૂળગુણ સપૂણ' પ્રગટ થાય છે. એ પાંચે આવરણના ક્ષય સમકાળે હાય છે, જેથી કેવળજ્ઞાન પ્રગટ થવા સાથે ચારે વિકૃતિરૂપ મતિજ્ઞાનાદિ જ્ઞાના સમકાળે નષ્ટ થાય છે. એ રીતે ૪ જ્ઞાન ક્ષયે પશમજન્ય (ને પાંચમુ` કેવળજ્ઞાન ક્ષયજન્ય) છે.
તથા મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન ને વિભ'ગજ્ઞાન એ ૩ અજ્ઞાન તે જ્ઞાનના અભાવ રૂપ નથી, પરન્તુ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વ યુક્ત હાવાથી વિપરીત જ્ઞાન રૂપ છે. એમાં પણ મતિ અજ્ઞાન મતિજ્ઞાનાવરણુના ક્ષયે।પશમથી શ્રુત અજ્ઞાન શ્રુતજ્ઞનાવરણના ક્ષયેાપશમથી ને વિભ’ગજ્ઞાન અવધિજ્ઞાનાવરણુના ક્ષયે પશમથી હાય છે, જેથી મતિજ્ઞાનાદિ ૩ જ્ઞાન જે આવરણાના ક્ષયે પશમથી છે તેજ આવરણાના ક્ષયાપશમથી એજ ૩ અજ્ઞાન પણ છે તફાવત એટલેજ કે સમ્યગ્દષ્ટિ જીવનાં એ ૩ જ્ઞાન ને મિથ્યાદષ્ટિ જીવનાં એજ ત્રણ જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ ગણાય છે, એ રીતે ૩ અજ્ઞાનમાં વતું પણ 'જ્ઞાનજ ક્ષયાપશમભાવમાં છે.
તથા ચક્ષુદર્શનાવરણુ કર્મના ક્ષયાપશમથી ચક્ષુદર્શન, અચક્ષુદનાવરણુના ક્ષયાપશમથી અચક્ષુદન ને અવધિદર્શનાવરણુના ક્ષયે પશમથી અવધિદશન પ્રગટ થાય છે, તેથી એ ૩ દનગુણ પણ ક્ષયાપશમભાવના છે.
તથા ચારિત્રમાહનીયની ૨૫ પ્રકૃતિમાં ૧૬ ક્યાય ને ૯ નાકષાય છે, તેમાં અનન્તાનુબંધિ ક્રોધાદિ ૪ કષાય સમ્યકત્વગુણુના ઘાત કરે છે, અપ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪ કષાય દેશવિરતિ ગુણના ઘાત કરે છે, પ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪ કષાય સર્વવિરતિ ગુણના ઘાત કરે છે, ને સજ્વલન ક્રોધાદિ ૪ કષાયેા યથાખ્યાત ચારિત્રના ઘાત કરે છે, અથવા સર્વવિરતિ ચારિત્રમાં દોષ-અતિચાર
૧ સગ્ગાનમાં વા મિથ્યાજ્ઞાનમાં બન્નેમાં વર્તતી જ્ઞાનમાત્રાજ અહિં ક્ષયાપશમ ભાવમાં ગણવી, કારણકે એ જ્ઞાનમા વતી વિપરીતતા તા
ઉદયભાવમાં અજ્ઞાન તરીકે ગારશે.