________________
રજનન
પામે તે એ રીતે સૂઇએ કેeનું જઘન્ય અન્તર અન્તમુહૂત્ત થાય છે, અને બાદરની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૭૦ કેડાડી સાગરોપમ જેટલી હોવાથી સૂર એકેન્દ્રિય જીવ સૂર એકેન્દ્રિયપણું છોડી ૭૦ કડાકોડી સાગરોપમ સુધી બાદરની કાયસ્થિતિમાં ભ્રમણ કરી પુન: સૂટ એકેન્દ્રિયપણું અવશ્ય પામે, તેથી સૂ૦ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અન્તર બાદરની (સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણ) કાયસ્થિતિ જેટલું છે.
વનસ્પતિકાનો જીવ વનસ્પતિમાંથી નિકળી પૃથ્વી અદિ નિકાયમાં ક્ષુલ્લકભવ જેટલા લઘુ આયુષ્ય ઉતાન થઈ મરણ પામી પુનઃ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તે એ રીતે વનસ્પતિકાયનું જઘન્ય અન્તર અન્તમુહૂર્ત છે, અને પૃથિવ્યાદિ અવનસ્પતિને કાયસ્થિતિકાળ અસંખ્યકાકાશના આકાશપ્રદેશ તુલ્ય અસંખ્ય કાળચક્ર પરિભ્રમણ કરીને પુનઃ અવશ્ય વનસ્પતિમાં જ ઉત્પન્ન થાય છે માટે વનસ્પતિનું ઉત્કૃષ્ટ અન્તર અસંખ્ય લોકતુલ્ય અસંખ્ય કાળચક્ર જેટલું છે. એ રીતે વનસ્પતિનું અખ્તર જાણવું, ' 9ીયા કથા તૈનસ્કાર વાયુકાય ને કથા એ દરેકમાં જઘન્ય અન્તર કાળ અન્તર્મુહૂત્ત છે. કારણ કે વિવક્ષિત પૃથ્વીકાય
જીવ અકાય આદિ કોઈ પણ કામમાં ક્ષુલ્લકભવ જેટલા જઘન્ય આયુષ્ય ઉત્પન્ન થઈ પુન: પૃથ્વીકાય થાય તે એ રીતે પૃથ્વી કાયનું જઘન્ય અખ્તર અન્તર્મહત્ત થાય છે. અને ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિની કાયસ્થિતિ જેટલું અનન્તકાળ છે. કારણ કે વિવક્ષિત પૃથ્વીકાયને એક છત્ય અકાય આદિમાં કેટલાક કાળ સુધી ભમીને વનસ્પતિમાં પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સુધી ભમીને ત્યારબાદ અવશ્ય પુનઃ પૃથ્વીકાયમાંજ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિની કાયસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયતુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત છે, માટે એ રીતે પૃવીકાયનું ઉત્કૃષ્ટ અખ્તર પણ એટલા જ અસંખ્ય પુદગલ પરાવર્તતુલ્ય અનતકાળ છે. એ પ્રમાણે જેમ પૃથ્વીકાયનું જઘન્ય ઉત્કૃષ્ટ અન્તર કહ્યું તેમ અકાય આદિ પ્રત્યેકનું જઘન્ય અન્તર ને ઉત્કૃષ્ટ અન્તર યથા સંભવ અનનકાળ જેટલું જાણવું જર૫૧