________________
Bottor
નાથાર્થ –એ પ્રમાણે દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા દ્વીપસમુદ્રો અસંખ્યાત છે, અને એ રીતે પર્યન્તવતી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી તીચ્છક જાણ. ૧૮૮
માવા-પુષ્કરદ્વીપ જે ત્રીજે દ્વીપ કહ્યો તેને વીટાઈને બીજા અસંખ્ય દ્વીપસમુદ્રો પણ એ રીતે જ લવણ ધાતકી આદિવત્ રહ્યા છે તે અનુક્રમે આ પ્રમાણે
૩ પુષ્કરદ્વીપને વીંટીને પુષ્કરસમુદ્ર, તેને વીંટીને ૪ વરૂણુવરદ્વીપ, તેને વાટીને વરૂણસમુદ્ર, તેને વીંટીને ૫ ક્ષીરવરદ્વીપ, તેને વિટીને ક્ષીરવરસમુદ્ર, તેને વીંટીને ૬ કૃતવરદ્વીપ, તેને વીંટીને કૃતવરસમુદ્ર, તેને વીંટીને ૭ ઈક્ષુવરદ્વીપ, તેને વીંટીને ઈક્ષુવરસમુદ્ર તેને વીંટીને ૮ નંદીશ્વરદ્વીપ, તેને વીંટીને નંદીશ્વરસમુદ્ર, તેને વીંટીને ૯ અરૂણવરદ્વીપ, તેને વીંટીને અરૂણુવરસમુદ્ર, તેને વીંટીને ૧૦ અરૂણાવાસ(અરૂણા૫પાત)દ્વીપ, તેને વીંટીને અરૂણાવાસસમુદ્ર, તેને વીંટીને ૧૧ કુંડલવરદ્વીપ, તેને વીંટીને કુંડલવરસમુદ્ર, તેને વીંટીને ૧૨ શખવરદ્વીપ, તેને વીંટીને શંખવરસમુદ્ર, તેને વીંટીને ૧૩ રૂચકવરદ્વીપ, તેને વીંટીને રૂચકવરસમુદ્ર, એ પ્રમાણે અનુયાગદ્વાર ચૂર્ણિ પ્રમાણે રૂચકવરદ્વીપ ૧૩મે છે, પરન્તુ સૂત્રમાં (અનુગદ્વાર સૂત્રમાં) અરૂણાવાસ ને શંખવરદ્વીપ લખેલા દેખાતા નથી તેથી રૂચકવરદ્વીપ ૧૧ મે આવે છે માટે તત્વ શ્રીસર્વજ્ઞ જાણે.
એ ૧૩માં રૂચકદ્વીપને રૂચકસમુદ્ર બાદ રહેલા અસંખ્ય દ્વીપ સમુદ્રનાં સર્વનાં નામ કહી શકાય નહિં, તેથી હવે અહિંથી અસંખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્રો ઉલ્લંઘન કરતાં કરતાં વચ્ચે વચ્ચે જે એકેક અસંખ્યાત દ્વીપ સમુદ્ર આવે છે તેનાં નામ આ પ્રમાણેપ્રથમ અસંખ્યાતમ ભુજગવરદ્વીપ ભુજગવરસમુદ્ર, ત્યાંથી અસંખ્ય ઉલ્લંધીને અસંખ્યાત બોજો કુશવરદ્વીપ કુશવરસમુદ્ર, ત્યાંથી અસંખ્ય દ્વીપ સમુદ્ર બાદ ત્રીજે અસંખ્યાતમો કોંચવરદ્વીપ કોંચવરસમુદ્ર, એ પ્રમાણે અસંખ્ય અસંખ્ય દ્વીપ સમૂદ્રોને ઉલંધી ઉલ્લંઘીને જે જે નામવાળા એકેક દ્વીપ સમુદ્ર આવે છે તે દર્શાવે છે—જેટલાં આભરણનાં નામ, વચનાં નામ, ગંધનાં